બાળકોને બાળપણથી જ કેટલીક વાતો શીખવવી હોય છે જરૂરી
- બાળકોના યોગ્ય ઉછેર માટે પેરેન્ટ્સનો પ્રેમ ખૂબ જરૂરી હોય છે
- બાળકોને પ્રેમની સાથે કેટલાક બેઝિક્સ પણ શીખવી શકો છો
- બાળકોને જુઠ્ઠુ બોલવાની આદત ન પડી જાય તે પણ શીખવવુ
પેરેન્ટ્સ અને પરિવારા અન્ય સભ્યો નાના બાળકોને ખૂબ પ્રેમ કરતા હોય છે. ઘરના સૌથી નાના બાળકને આપવામાં આવતા લાડ પ્રેમમાં કમી રહેતી નથી. બાળકોના યોગ્ય ઉછેર માટે પેરેન્ટ્સનો પ્રેમ ખૂબ જરૂરી હોય છે. ક્યારેક એવુ પણ બને છે કે બાળકોને આપવામાં આવતો આ જ પ્રેમ તેમના જિદ્દી અને ગુસ્સાવાળા સ્વભાવનું કારણ બની જાય છે.
માતા-પિતાની એકસ્ટ્રા કેરના કારણે બાળકો બગડવા લાગે છે. જો તમારા ઘરમાં પણ નાના બાળકો હોય તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવુ જોઇએ. જેના લીધે બાળકો તમારા લાડ-પ્રેમના લીધે બગડી ન જાય. તમે બાળકોને બાળપણથી જ કેટલાક બેઝિક્સ શીખવી શકો છો જે બાળકોના ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે. આમ કરવાથી તમે બાળકોના બાળપણ અને ફ્યુચર બંનેને સિક્યોર કરી શકશો.
બાળકોને ઇમાનદારી શીખવવી જરૂરી
બાળકોને ઘણી વખત બાળપણથી જ જુઠ્ઠુ બોલવાની આદત પડી જાય છે. આ કારણે બાળકો પેરેન્ટ્સ સામે જુઠ્ઠુ બોલવા લાગે છે. તમે તેમને સમજાવીને જુઠ્ઠુ બોલવાના નુકશાનથી ડરાવીને સત્યના પાઠ શીખવી શકો છો. આમ થશે તો બાળકો બાળપણથી જ માતા-પિતા સામે સત્ય બોલવા લાગશે.
હેલ્થ પર ધ્યાન આપો
પેરેન્ટ્સ હંમેશા નાના બાળકોને સ્નેક્સ અને મેગી ખાવા દે છે. બાળકો સમજતા નથી અને તેમના માટે સ્વાદ જ સર્વસ્વ બની જાય છે. બાળકો ક્યારેય હેલ્ધી ખાવાનું શીખતા નથી. તો બાળકોને હંમેશા હેલ્ધી ખાવાની ટેવ પાડો. બાળકોને જંકફુડથી દુર રાખો. બાળકોને ન્યુટ્રિઅન્ટ્સનું મહત્ત્વ સમજાવો. આ કારણે બાળકો હેલ્ધી લાઇફસ્ટાઇલ ફોલો કરવા પર મજબૂર થશે. બાળકોને સ્વસ્થ રહેવાની આદત પડશે.
રિસ્પેક્ટ આપવુ હોય છે જરૂરી
બાળકોને શીખવો કે તેમણે નાના મોટા દરેકની સાથે કેવી રીતે વર્તન કરવુ. પેરેન્ટ્સ બાળકોને નાદાન સમજીને તેમની ભુલોને નજરઅંદાજ કરતા હોય છે. તેમની ભુલો પર હસવા લાગે છે, આવા સંજોગોમાં તેમને સાચા ખોટાનું ભાન રહેતુ નથી. બાળકોને નાનપણથી જ નાના-મોટા સૌની ઇજ્જત કરતા શીખવો. વડીલોનું સન્માન કરવાની ટેવ પાડો.
ટાઇમ મેનેજમેન્ટ શીખવો
બાળકોને બાળપણથી જ સમયનું મહત્ત્વ અને ટાઇમ મેનેજમેન્ટ શીખવો. આ રીતે બાળકો ફાલતુ વસ્તુઓમાં સમય નહીં બગાડે અને જવાબદાર બનશે. આ આદત બાળકોના ભવિષ્ય માટે ખુબ બહેતર છે.
આ પણ વાંચોઃ ટામેટાના ભાવ આસમાને પણ આ એક શહેરમાં માત્ર 31 રુપિયા જ!!