ઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગ

પાલિતાણાની શાળાના બાળકોને થયું ફૂડ પોઇઝનીંગ, 120 બાળકો મુકાયા મુશકેલીમાં

પાલિતાણા, 16 ઓકટોબર, ડોક્ટરોના મતે વાસી ખોરાક કે ખરાબ પાણીના સેવનથી ખતરનાક બેક્ટેરિયા શરીરમાં પ્રવેશ કરે છે. આ બેક્ટેરિયા નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા બાળકોને સરળતાથી શિકાર બનાવે છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા બાળકો ઝડપથી ચેપ લગાડે છે અને ફૂડ પોઈઝનિંગનો શિકાર બને છે. ખરાબ ખોરાકથી ફૂડ પોઈઝનિંગના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પાલીતાણા તાલુકાના જામવાળી ગામે શાળામાં ભોજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભોજન કર્યા બાદ મોટી સંખ્યામાં શાળાના બાળકોને રાત્રી દરમ્યાન ફૂડ પોઈઝનીંગની અસર થઈ હતી. બનાવને પગલે મોડી રાત્રે આરોગ્યની ટીમ જામવાળી ગામે દોડી ગઈ હતી. જોકે એકપણ બાળકને ગંભીર અસર ન થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. હાલમાં તમામ બાળકોની સ્થિતિ સામાન્ય છે.

23 જેટલા બાળકોને ફૂડ પોઇઝનીંગની અસર 

ખોરાકમાં ભેળસેળ થતી હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. તેમજ તહેવારોના દિવસો ચાલી રહ્યા છે ત્યારે ફૂડ પોઈઝનિંગના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવી રહ્યા છે. પાલીતાણા તાલુકાના જામવાળી ગામે શાળાના 120 બાળકો માટે ભોજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એક બાળકનો જન્મ દિવસ હતો. તે નિમિત્તે ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં બાળકોને પુરી-શાક અને લાડવાનું ભોજન પીરસવામાં આવ્યું હતું. આ ભોજન બહારથી મંગાવવામાં આવ્યું હતું. શાળાના 120 બાળકોએ આ ભોજન આરોગ્યું હતું, ત્યારબાદ મોડીરાત્રે 23 જેટલા બાળકોને ફૂડ પોઇઝનીંગની અસર જોવા મળી હતી.

ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ચંદ્રમણીએ જણાવ્યું કે, જાણ થતા જ આરોગ્યની ટીમ જામવાળી ગામે પહોંચી ગઈ હતી. જ્યાં કુલ 120 જેટલા બાળકો પૈકી 23 બાળકોને ફૂડ પોઈઝનીંગની અસર થઈ હતી. બે થી ચાર બાળકોને બોટલ ચડાવવાની ફરજ પડી, જ્યારે અન્ય બાળકોને સામાન્ય અસર હતી. જોકે, ડાયરીયા વધુ પ્રમાણમાં થયા હોવાનું સામે આવ્યું છે. જામવાળી ગામે થયેલા બનાવમાં શાળાના આચાર્ય અલકાબેન જોષીએ જણાવ્યું હતું કે, શાળાના કર્મચારી બહેનના બાળકનો જન્મદિવસ હોવાથી પાલીતાણાથી દિલીપભાઈ નામના રસોયાને બોલાવવામાં આવ્યા હતા. જેમાં બપોરના સમય બાળકો માટે છોલે-ચણા, પૂરી, પાપડ, સલાડ, મોતીચૂરના લાડવા અને છાશની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, 120 માંથી 24 જેટલા બાળકોને સામાન્ય અસર થઈ હતી. તેમાંથી ત્રણ બાળકોને બોટલ ચડાવવાની ફરજ પડી. હાલ દરેકને સ્થિતિ સામાન્ય છે.

આ પણ વાંચો..કંડલાની એગ્રોટેક કંપનીમાં સર્જાઈ મોટી દુર્ઘટના, પાંચ શ્રમિકોના થયા મૃત્યુ

Back to top button