પેરેન્ટ્સની આ આદતોથી પરેશાન થઇને બાળકો થઇ જાય છે ચિડચિડિયા
- પેરેન્ટ્સ પોતાના બાળકોને ખૂબ પ્રેમ તો કરે છે, પરંતુ તેમની કેટલીક આદતોથી પરેશાન થઇ જાય છે અને પછી ચિડચિડીયા થઇ જતા વાર લાગતી નથી. જાણો પેરેન્ટ્સની કઇ આદતો બાળકોને પસંદ પડતી નથી
બુલિંગ એક એવો શબ્દ છે, જે કોઇ ને પણ પરેશાન કરી શકે છે. તેનો અર્થ છે કોઇ પણ વ્યક્તિને પરેશાન કરવા કે પછી કોઇ પણ રીતે ઇજા પહોંચાડવી. સ્કુલમાં સરખી ઉંમરના બાળકો હંમેશા એકબીજાને પરેશાન કરે છે, તેને ‘બુલી’ કહેવાય છે. બાળકો હોય કે મોટા દરેક વ્યક્તિને આ બાબતથી પરેશાની થઇ શકે છે. પેરેન્ટ્સ પોતાના બાળકોને ખૂબ પ્રેમ તો કરે છે, પરંતુ તેઓ જાણતા નથી કે અજાણતા તેઓ પોતાની કેટલીક વાતોથી બાળકોને બુલી મહેસુસ કરાવી શકે છે અથવા તો પરેશાન થઇને બાળકો ચિડચિડીયા બની જાય છે અને એકલા રહેવાનું પસંદ કરે છે. પેરેન્ટ્સને એ વાતનો અંદાજ પણ હોતો નથી કે તેઓ પોતાના બાળકોને બુલી કરી રહ્યા છે.
બાળકોને ડરાવવા
ઇમોશન બુલિંગ દરમિયાન પેરેન્ટ્સ બાળકોને ચિડાવે છે અથવા તો તેમની મજાક ઉડાવે છે. તેમને ધમકાવે છે તો કેટલાક પેરેન્ટ્સ બાળકોને શરમનો અનુભવ કરાવે છે. પેરેન્ટ્સ જો બાળકો સાથે આમ કરે છે તો તેમના આત્મસન્માનને ઠેસ પહોંચે છે.
બાળકોની ફીલિંગને ન સમજવી
જો તમારુ બાળક દુઃખી રહે છે તો તેમનામાં કોન્ફિડન્સની કમી છે તો સમજી લો કે ઉછેરમાં થોડી કમી રહી જાય છે. જો તમે તમારા બાળકને શું કરવુ અને શું ન કરવુ એવુ સમજાવી રહ્યા છો તો તેમને પણ બોલવાનો મોકો આપો અને તેમની લાગણીઓને પણ સમજો.
ખોટી રીતે ડિસિપ્લિન શીખવવી
પેરેન્ટ્સ ઇચ્છે છે કે તેમનું બાળક દરેક વ્યક્તિ સામે સારી રીતે વર્તે. આજ કારણ છે કે તેઓ નાનપણથી જ બાળકોને સંસ્કાર આપવાના શરૂ કરી દે છે. બાળકોને ડિસિપ્લિન આપતી વખતે કેટલાક પેરેન્ટ્સ ખોટી રીત અપનાવતા હોય છે. ખાસ કરીને બુલિંગ પેરેન્ટ ફિઝિકલ ફોર્સ અને વાયોલન્સનો ઉપયોગ કરે છે. તેમાં બાળકોને લડવુ, થપ્પડ મારવી, ખેંચવા કે ધક્કો મારવો સામેલ છે. આ બાળકોને ડિસિપ્લિન શીખવવાની યોગ્ય રીત નથી. બાળકો સાથે હંમેશા પ્રેમથી વર્તો. તેઓ તમારી સામે તો બાળક જ છે અને હંમેશા રહેશે, તે વાત કદી ન ભુલો.
આ પણ વાંચોઃ બે હજારની ચલણી નોટ જમા કરાવવાની છેલ્લી તારીખ આવી ગઈ, કાઉન્ટડાઉન શરૂ?