બાળકોએ નાસાને પૂછ્યો સવાલ, શું આપણે તારા ખરીદી શકીએ?
NASA, 15 જાન્યુઆરી : તમે ચંદ્ર પર જમીન ખરીદવાના ઘણા કિસ્સા સાંભળ્યા હશે. ઘણા લોકો અવકાશમાં જમીન ખરીદવાનું આયોજન પણ બનાવી રહ્યા હશે. પરંતુ નિષ્ણાતો કહે છે કે ચંદ્ર પર જમીન ખરીદી શકાતી નથી. વિશ્વના મોટા દેશો વચ્ચે 1967માં થયેલી સમજૂતી મુજબ ચંદ્ર કોઈની ખાનગી મિલકત નથી. તેથી જો કોઈ વ્યક્તિ ત્યાં જમીન ખરીદવાનો દાવો કરે તો પણ તેને કાનૂની માન્યતા નહીં મળે. પરંતુ શું આપણે તારા ખરીદી શકીએ? બાળકોએ આ જ સવાલ અમેરિકન સ્પેસ એજન્સી નાસાને પૂછ્યો હતો.
નાસાના કહેવા મુજબ તમે વાસ્તવમાં સ્ટાર ખરીદી શકતા નથી, કારણ કે તારાઓનું અધિકૃત નામકરણ અને નોંધણી ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન દ્વારા કરવામાં આવે છે. તે એકમાત્ર સત્તાવાર એજન્સી છે જે તારાઓ અને અન્ય અવકાશી પદાર્થોના નામ નક્કી કરે છે. તરાઓને તેના નામ કેવી રીતે મળે છે? તેના માટે પ્રમાણિત નિયમો છે. આમાંના કોઈપણ નિયમોમાં રોકડના વિનિમયનો સમાવેશ થતો નથી. વિશ્વભરની કેટલીક કંપનીઓ એવા દાવા કરે છે કે તેઓ સ્ટાર્સ પર તમારું નામ લખી આપસે અથવા તો તમારા નામ પર્થી સ્ટારનું નામ રાખશે, પરંતુ આ એક ભ્રમણા છે.તેના બદલામાં તેઓ તમારી પાસેથી લાખો રૂપિયા લૂંટે છે, પરંતુ આ દાવાઓની કોઈ કાનૂની માન્યતા નથી. થોડા વર્ષો પહેલા ન્યૂયોર્કની એક કંપનીને આવી ભ્રામક જાહેરાત બદલ લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
જો તમે ઇન્ટરનેટ પર સર્ચ કરશો તો તમને ઘણી કંપનીઓ દાવો કરતી જોવા મળશે જે સ્ટાર્સ વેચતી હોઇ. અને તમને તે માટેનું પ્રમાણપત્ર પણ આપતી હોય. પરંતુ આ બધુ ગેરકાયદેસર છે. તેઓ તમારી પાસેથી લાખો રૂપિયા વસૂલે છે. એક સરસ પેકેજ બનાવે છે અને તમને એક સરસ પેકેટમાં પ્રમાણપત્ર પણ મોકલે છે. પરંતુ આ પ્રમાણપત્રની કોઈ માન્યતા નથી. તેમજ કોઈપણ અધિકૃત સંસ્થા ક્યારેય તમે પસંદ કરેલા સ્ટારના નામનો ઉપયોગ કરશે નહીં.
જો તમારે સ્ટાર ગિફ્ટ કરવો હોય તોઃ
જો તમે ખરેખર કોઈને સ્ટાર ગિફ્ટ કરવા માંગતા હોવ તો તેને પ્લેનેટોરિયમમાં લઈ જાઓ. ત્યાં તમારી પસંદગીનો સ્ટાર પસંદ કરો. પ્રોગ્રામ સાથે સ્ટાર મેપ ઇન્સ્ટોલ કરો અને તેના પર તમારું નામ ટાઈપ કરો. જો તમે ઈચ્છો તો તેમાં કેટલાક ફૂલ પણ ઉમેરી શકો છો. પછી જ્યારે તે કાર્યક્રમ ચાલશે, ત્યારે તમને સ્ટાર દેખાશે. અમેરિકા અને બ્રિટન સહિત વિશ્વના તમામ પ્લેનેટોરિયમમાં આ વ્યવસ્થા આપવામાં આવી છે. જો કે ભારતમાં આ સુવિધા હજુ ઉપલબ્ધ નથી. કેટલીક ઓનલાઈન કંપનીઓ આ સુવિધા પૂરી પાડે છે.
આ પણ વાંચો : યુએસના નિષ્ફળ મૂન લેન્ડરનું પૃથ્વી તરફ પ્રયાણ