અમદાવાદમાં રખડતા શ્વાનનો ભોગ બની રહ્યાં છે બાળકો, સારવારનો આંકડો જાણી રહેશો દંગ


- પુખ્ત વયના લોકો કરતાં નાના બાળકો વધુ શિકાર બની રહ્યા છે
- મોટા ભાગના કેસમાં 14 વર્ષથી નાની વયના બાળકો શિકાર
- 53 ટકા જેટલા બાળકો રખડતાં કૂતરાનો શિકાર બન્યા
અમદાવાદમાં બાળકો રખડતા શ્વાનનો ભોગ બની રહ્યાં છે. જેમાં સારવારનો આંકડો જાણી દંગ રહેશો. શહેરમાં રખડતાં કૂતરાંનો ત્રાસ એટલી હદે વકર્યો બાળકો એકલાં બહાર જતાં ડરે છે. ત્યારે સોલા સિવિલમાં 17 માસમાં 6 હજાર બાળકોને સારવાર આપવી પડી હતી.
આ પણ વાંચો: અમદાવાદની સાબરમતી જેલમાં સુરંગકાંડ કેસમાં આજે થશે સુનાવણી
પુખ્ત વયના લોકો કરતાં નાના બાળકો વધુ શિકાર બની રહ્યા છે
હડકવાનો ચેપ લાગેલી વ્યક્તિ પાણી, લાઈટથી સતત ભયભીત રહે, અંધારામાં જ રહેવું પડે છે. લોકોને કૂતરાંના ત્રાસમાંથી મુક્તિ આપવા કાગળ પર નહિ વાસ્તવિક ખસીકરણ પ્રોજેક્ટની જરૂરશહેરમાં રખડતાં શ્વાનના આતંકનો પુખ્ત વયના લોકો કરતાં નાના બાળકો વધુ શિકાર બની રહ્યા છે, અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં જ છેલ્લા 17 મહિનાના અરસામાં 11,444 જેટલા દર્દીઓને કૂતરા કરડવાના કેસમાં સારવાર આપવામાં આવી છે, જે પૈકી 5,453 જેટલા પુખ્ય વયના દર્દી છે જ્યારે 5,991 જેટલા બાળકો સામેલ છે, આમ 53 ટકા જેટલા બાળકો રખડતાં કૂતરાનો શિકાર બન્યા છે. અમદાવાદની શેરીઓ, પોળો, સોસાયટીઓમાં રખડતાં કૂતરાંઓનો ત્રાસ અત્યારે એ હદે વકર્યો છે કે, નાના બાળકો એકલા જતાં પણ ડર અનુભવે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં આ વિસ્તારમાં રૂ. 74 કરોડના ખર્ચે ફોર લેન ફ્લાયઓવર બનાવાશે
મોટા ભાગના કેસમાં 14 વર્ષથી નાની વયના બાળકો શિકાર
તબીબો કહે છે કે, બાળકોમાં મોટા ભાગના કેસમાં 14 વર્ષથી નાની વયના બાળકો શિકાર બની રહ્યા છે, એમાંય 77 ટકા કેસ એવા છે જેમાં કૂતરું કરડવાના કારણે ગંભીર રીતે ઈજા થઈ છે. સરકારી હોસ્પિટલના ઓફિસરે જણાવ્યું હતું કે, કૂતરાં કરડવાના મોટા ભાગના કેસમાં બાળકો શિકાર બનતાં હોય છે, એમાંય પાંચેક વખત ઈન્જેક્શન લેવાના થતાં હોય છે, એક ઈન્જેક્શનમાં અડધો ડોઝ જમણા અને બીજો ડોઝ ડાબા હાથે અપાય છે, આ સ્થિતિ બાળકોની માનસિક સ્થિતિ ખરાબ થતી હોય છે. અન્ય તબીબોનું કહેવું છે કે, ઊંડો ઘા હોય ત્યારે થોડાક સમય માટે બાળકોનો સ્વભાવમાં ચીડિયાપણું આવે છે.