કોંગ્રેસ ‘ભારત જોડો યાત્રા’ સામે બાળ અધિકાર સંરક્ષણ આયોગની ફરિયાદ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ શરૂ થઈ ત્યારથી સતત વિવાદોમાં ચાલી રહી છે. હવે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR)એ ચૂંટણી આયોગ પાસે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને લઈને ફરિયાદ કરી છે. આયોગે કહ્યું કે, ભારત જોડો યાત્રામાં બાળકોનો કથિત રીતે રાજકીય હિત સાધવા માટે ઉપયોગ થઈ રહ્યો છે.
NCPCR એ માગણી કરી છે કે આ બાબતે કોંગ્રેસ અને તેના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ પર જરૂરી કાર્યવાહી થાય અને આખી બાબતની તપાસ કરવામાં આવે. NCPCRએ ફરિયાદ દાખલ કરીને કહ્યું કે રાહુલ ગાંધી અને જવાહર બાળ મંચ દ્વારા રાજકીય ઈરાદાથી બાળકોને નિશાનો બનાવવામાં આવી રહ્યા છે. તેમને રાજકીય એજન્ડા સાથે કોંગ્રેસના અભિયાનમાં સામેલ કરાવવામાં આવી રહ્યા છે.
આયોગે આરોપ લગાવ્યો કે, તે ચૂંટણી આયોગના એ નિયમોનું ઉલ્લંઘન છે, જેના હેઠળ માત્ર વયસ્ક જ કોઈ રાજકીય પાર્ટીનો હિસ્સો હોય શકે છે. NCPCRએ ચૂંટણી આયોગને લખેલા પત્રમાં કહ્યું કે, તે બાળ અધિકારોનું પ્રથમ દૃષ્ટિએ ઉલ્લંઘન છે. રાજકીય એજન્ડાને પૂરો કરવા માટે સાધનના રૂપમાં બાળકોનો ઉપયોગ બાળ શોષણ છે, જેની તેમના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર દીર્ઘકાલિન અસર પડી શકે છે. તે ભારતીય સંવિધાનની કલમ 21 વિરુદ્ધ છે.
આ પણ વાંચો : પ્રશાંત કિશોરે નીતિશ કુમાર સાથે કરી મુલાકાત, શું ‘પીએમ મિશન’ પૂર્ણ કરવાની યોજના ?
આ સાથે જ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા પર ખૂબ પરેશાન કરનારી તસવીરો અને વીડિયો પ્રસારિત થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે બાળકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને રાજકીય એજન્ડા હેઠળ બાળકોને ‘ભારત જોડો યાત્રા’ અભિયાનમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. અભિયાનમાં ભાગ લેનારા બાળકોએ કોંગ્રેસના ધ્વજ પકડ્યા અને રાજકીય નારા લગાવતા નજરે પડ્યા. આરોપ છે કે ભારત જોડો, બાળકો જોડો અભિયાન કોંગ્રેસ અને તેના રાજકીય કેમ્પેનનું એક જ અંગ છે.