કેરળમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી રેકેટનો પર્દાફાશ, 12 લોકોની ધરપકડ
- ચાઇલ્ડ પોર્નોગ્રાફી પર કડક કાર્યવાહી કરવા માટે, કેરળ પોલીસે ઓપરેશન પી-હન્ટ હેઠળ સમગ્ર રાજ્યમાં દરોડા પાડ્યા હતા.
- બાળકો સંબંધિત વાંધાજનક સામગ્રી જોવા અને શેર કરવા બદલ 12 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
કેરળ: કેરળ પોલીસે બાળકો સાથે સંબંધિત વાંધાજનક સામગ્રી જોવા અને શેર કરવા બદલ 12 લોકોની ધરપકડ કરી છે. આ સાથે 46 કેસ પણ નોંધાયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, તેમણે 123 ઈલેક્ટ્રોનિક ઉપકરણો પણ જપ્ત કર્યા છે. માહિતી અનુસાર, ચાઇલ્ડ પોર્નોગ્રાફી પર કડક કાર્યવાહી કરવા માટે કેરળ પોલીસે ઓપરેશન પી-હન્ટ હેઠળ સમગ્ર રાજ્યમાં દરોડા પાડ્યા છે.
પોલીસે જણાવ્યું કે મલપ્પુરમ જિલ્લામાંથી ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ઇડુક્કી અને કોચી શહેરમાંથી બે-બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. અલાપ્પુઝા અને એર્નાકુલમ ગ્રામીણ વિસ્તારોમાંથી પણ એક-એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
ઓપરેશન પી-હન્ટ એ બાળકો સામે થતા ગુનાઓને રોકવા માટે કેરળ પોલીસ CCSE (કાઉન્ટરિંગ ચાઈલ્ડ સેક્સ્યુઅલ એક્સપ્લોઈટેશન) ટીમનું એક વિશેષ અભિયાન છે. કાયદા અનુસાર કોઈપણ બાળ પોર્નોગ્રાફિક સામગ્રી જોવી, વહેંચવી અથવા સ્ટોર કરવી એ દંડનીય અપરાધ છે જે પાંચ વર્ષ સુધીની જેલ અને 10 લાખ રૂપિયા સુધીના દંડની સજાને પાત્ર છે.
આ પણ વાંચો, ફાઈનલ મેચને કારણે અમદાવાદ એરપોર્ટ 45 મિનિટ માટે બંધ રહેશે, મુસાફરો માટે એડવાઈઝરી જારી