ગુજરાતટ્રેન્ડિંગ

રાજકોટમાં જમતા જમતા બાળક ઢળી પડ્યું, 10 વર્ષના બાળકનું હાર્ટ એટેકથી મૃત્યુ

Text To Speech

રાજકોટ, 30 જુલાઈ,  રાજ્યમાં થોડા સમય પહેલા હાર્ટ એટેકથી મૃત્યુ પામવાની ઘટનાઓ વધી હતી. ત્યારે આજ રોજ ફરી એકવાર  ગુજરાતમાં હાર્ટ એટેકથી મૃત્યુની શંકાસ્પદ ઘટના સામે આવી છે. રાજકોટમાં ધોરણ 4માં અભ્યાસ કરતા બાળકનું જમતા જમતા બેભાન થયા બાદ મૃત્યુ થયું છે. અચાનક બાળકના મૃત્યુથી પરિવારજનો શોકમાં સરી પડ્યા હતા. 10 વર્ષના બાળકને હાર્ટ-એટેક આવવાના લીધે મૃત્યુ નીપજ્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

તાજેતરમાં ગુજરાતમાં નાનાથી માંડી મોટા સુધી હાર્ટ એટેકના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. ત્યારે રાજકોટ શહેરના કોઠારીયા મેઇન રોડ પર રણુજા મંદિર પાસે રહેતા અને મજૂરી કામ કરતાં નેમિશભાઈ ધામેચાના ધોરણ 4માં અભ્યાસ કરતા પુત્ર પૂર્વાગ જમવા બેઠો હતો, ત્યારે ઊલટી થતાં તે બેભાન થઈને ઢળી પડયો હતો. બાળકને અગાઉ બે દિવસ ઝાડા-ઊલટી થયા હતા. બાળકને બે દિવસથી બીમારી હતી આથી તેને ખાનગી ક્લિનિકમાં દવા લીધી હતી, પરંતુ બાળકનું જમતા જમતા બેભાન થયા બાદ મૃત્યુ થઈ જતાં સૌ કોઈ ચોંકી ગયા હતા.

હોસ્પિટલમાં સારવાર પહેલા મૃત્યુ

જોકે હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ પૂર્વાંગનું મૃત્યુ નિપજ્યું હતું. બાળકનું મૃ ત્યુહાર્ટ એટેકથી નીપજ્યું હોવાનો તબીબોનું પ્રાથમિક અનુમાન છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે. થોડા દિવસ પહેલા રાજકોટના જેતપુરમાં પરપ્રાંતિય શ્રમિકને હાર્ટ એટેક આવ્યો હતો. જૂની સાંકળી ગામે સીમ વિસ્તારની વાડીમાં ખેત મજૂરી કરતા શ્રમિકને હાર્ટ એટેક આવતા જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો..અમદાવાદીઓ હવે ઓલા-ઉબેર ટેક્સી મોંઘી થશે, પ્રતિ કિ.મી આટલુ ભાડુ વસૂલશે

Back to top button