ગુજરાતમધ્ય ગુજરાત

પતિએ સંબંધ બાંધવા ગર્ભવતી પત્નીના પેટ અને ગુપ્ત ભાગે લાતો મારતા બાળકનું મોત

Text To Speech

અમદાવાદઃ  આંબલી વિસ્તારમાં રહેતી પરિણીતા બે વખત ગર્ભવતી થતા સાસરીયાએ ટુચકા અને અંધશ્રધ્ધાના પ્રયોગ કરતા બંને વખત બાળક ગર્ભમાં મૃત્યુ પામ્યું હતું. જ્યારે પત્ની ગર્ભવતી બની ત્યારે પતિએ ગર્ભવતી પત્નીને લાતો મારતા બાળકનું ગર્ભમાં મોત નિપજ્યું હતું. યુવતીએ પતિ સહિતના સાસરિયાં વિરૂદ્ધ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં બુધવારે રાત્રે નોંધાવી છે.

આંબલીમાં રહેતી ૨૭ વર્ષીય યુવતીએ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ, બે દિયર, માસી સાસુ સહિતના લોકો વિરૂદ્ધ દહેજની માંગણી, મારઝૂડ, અંધશ્રધ્ધાને કારણે દવા ન લેવા દઈ બે બાળકોના ગર્ભમાં મૃત્યુ પામે તેવું કૃત્ય કરવા અંગેના ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ કરી છે. પહેલી વખત જ્યારે મહિલા ગર્ભવતી બની ત્યારે તેની સાસુએ ડોક્ટર પાસે લઈ જવાને બદલે પોતાની બહેનના કહેવા પર કોઈ દેશી ઊપચાર શરુ કર્યો હતો, મહિલાને જ્યારે દુખાવો થતો ત્યારે સાસુ ડોક્ટર પાસે તેને ના જવા દેતી. અંતે બાળકનુ ગર્ભમા જ મૃત્યુ થયુ હતું.

ત્યારબાદ જ્યારે ફરી ગર્ભવતી બની ત્યારે પણ તેની સાસુ  તેને હેરાન કરતી હતી, આ બાજુ પતિ સંબંધ બાંધવા ઝઘડો કરી પત્નીના પેટ અને ગુપ્ત ભાગો પર લાત મારતા પત્નીને ફરી દુઃખાવો ઉપડ્યો હતો. ડૉક્ટર પાસે બતાવતા બાળકનું ગર્ભમાં મોત થયાનો રિપોર્ટ આવ્યો હતો. પતિ સહિતના સાસરિયાંની દહેજની માંગણી, અંધશ્રધ્ધા અને મારઝૂડથી ત્રસ્ત યુવતીને ઘરેથી કાઢી મુકવામાં આવતા મહિલાએ ફરીયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં મહિલા ASI લાંચ લેતા ઝડપાયા, ACBએ પોલીસ સ્ટેશનમાં જ છટકું ગોઠવ્યું હતું

Back to top button