ગાંધીનગરઃ સરકારે ગુજરાતના મુખ્ય સચિવ પંકજકુમારને 8 મહિનાનું એક્સટેન્શન આપ્યું છે. કેન્દ્ર સરકારે તેમના 31મી જાન્યુઆરી 2023 સુધીના એક્સટેન્શનને મંજૂરી આપી છે જેના કારણે તેઓ ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં તંત્રને મદદરૂપ બનશે તથા નવી સરકારના ગઠન સુધી ચીફ સેક્રેટરી તરીકે કાર્યરત રહેશે.પંકજકુમાર મૂળ બિહારના વતની છે અને તેઓ 1986 બેચના આઈએએસ અધિકારી છે.
CS પંકજકુમાર 2022ની વિધાનસભા ચૂંટણીમાં વ્યવસ્થાને મદદરૂપ થશે.પંકજકુમાર નવી સરકારનું ગઠન થાય ત્યાં સુધી CS તરીકે રહેશે. પંકજકુમારને એક્સટેન્શન 31 જાન્યુઆરી 2023 સુધી મળ્યું છે. મુખ્યસચિવ પંકજકુમારના આઠ મહિનાના એક્સટેન્શનને કેન્દ્રએ લીલીઝંડી આપી છે.
બિહારના પટનાના વતની પંકજકુમાર 1986થી ભારતીય સનદી અધિકારી તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. તેમણે IIT-કાનપુરથી સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રે બી.ટેકનો અભ્યાસ કર્યો છે. તેમણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કલેક્ટર તરીકે સેવાઓ આપી છે. તેમણે રાજ્યમાં પૂર, વાવાઝોડા, દુષ્કાળ અને કોરોનાના કપરા કાળમા પણ મહત્ત્વની જવાબદારીઓ ઉપાડીને અનેક જનહિતલક્ષી કાર્યો કર્યાં છે. આ અગાઉ તેમણે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે ઉમદા સેવાઓ આપી છે અને અનેક જાહેર સેવાઓ ઓનલાઇન કાર્યરત કરી છે.
ગુજરાતમાં 2013 બાદ મુખ્ય સચિવ રહેલા અધિકારીઓ
અનિલ મુકીમ – દિલ્હી ડેપ્યુટેશન પરથી પરત ફર્યા, ગુજરાતમાં મુખ્ય સચિવ બનાવાયા (ગુજરાતમાં છેલ્લે મુખ્યમંત્રીના સેક્રેટરી).
ડો. જે એન સિંઘ- CS પહેલાં રાજ્યમાં એડિશનલ ચીફ સેક્રેટરી (ફાઇનાન્સ)
જી આર અલોરિયા- CS પહેલા એડિશનલ ચીફ સેક્રેટરી (અર્બન ડેવલપમેન્ટ), ગૃહ વિભાગનો વધારાનો હવાલો સંભાળતા.
ડીજી પાંડિયન- CS પહેલા એડિશનલ ચીફ સેક્રેટરી (ઈન્ડસ્ટ્રીઝ એન્ડ માઈન્સ)
વરેશ સિંહા- CS પહેલા એડિશનલ ચીફ સેક્રેટરી (ફાઇનાન્સ)
ગુજરાતની વિધાનસભા ચૂંટણી પુરી ન થાય ત્યાં સુધી પંકજકુમાર ગુજરાત મુખ્યસચિવ તરીકે કાર્યરત રહેશે. મુખ્યસચિવ પંકજકુમારને અપાયેલા એક્સટેન્શન પરથી એક બાબત સ્પષ્ટ છે કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી નહીં પણ નિર્ધારિત સમયે જ યોજાશે.