ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્યમંત્રીની મુલાકાત, અસરગ્રસ્ત વિસ્તારોની કરી સમીક્ષા

Text To Speech

જૂનગાઢ જવા માટે મુખ્યમંત્રીએ તૈયારી દાખવી હતી પરંતુ વીઝીબીલીટી ન હોવાથી ત્યાં પહોંચી શકાય તેમ નથી માટે તેઓ તાત્કાલિક ગાંધીનગર જવા રવાના થાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા ગાંધીનગરથી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી હતી, ત્યારે હાલ તેઓ અસરગ્રસત વિસ્તારો પર સતત નજર રાખી રહ્યા છે.

ભુપેન્દ્ર પટેલ-Humdekhengenews

 

જૂનાગઢમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિ ને પગલે મુખ્યમંત્રી રાજકોટનો તેમનો પ્રવાસ ટુંકાવી હવાઈ માર્ગે અમદાવાદ પહોંચ્યા હતા અને ત્યાંથી વરસતા વરસાદમાં સીધા જ ગાંધીનગર સ્ટેટ કન્ટ્રોલ રૂમ આવ્યા હતા. કન્ટ્રોલ રુમ પહોંચતાની સાથે જ મુખ્યંત્રીએ જૂનાગઢ જિલ્લા કલેકટર સાથે વિડિયો કોન્ફરન્સ કરીને સ્થિતિના હાલ પુછ્યા હતા, તેની સાથે ત્યાની સ્થિતિમાં સુધારો ન થાય ત્યાં સુધી ખડે પગે રહેવા ક્લેક્ટરને કહ્યું હતું.

ભારે વરસાદના કારણે જૂનાગઢ શહેર દરીયામાં ફેરવાયું હતું. આજે બપોર બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી અને માત્ર 4 કલાકમાં જ 14 કરતા પણ વધુ વરસાદ ખાબક્યો હતો. જેને લીધે જુનાગઢ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. એટલું જ નહીં ભારે પાણીના વહેણમાં બાઇક, કાર અને વ્યક્તિઓ પણ તણાયા હતાં. આવી સ્થિતીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જૂનાગઢ શહેરમાં જ્યાં વધુ પાણી ભરાયાં છે ત્યાંના લોકો ને સલામત સ્થળે ખસેડવા માટેના પ્રબંધ અંગે જિલ્લા ક્લેક્ટરને વિડિયો કોન્ફરન્સથી સલાહ આપી હતી, તેમજ પાણી ગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ્સ વગેરે પહોચાડવાની વ્યવસ્થા અંગે મુખ્યમંત્રીએ જાણકારી મેળવી હતી.

ભુપેન્દ્ર પટેલ-Humdekhengenews

જૂનાગઢ કલેકટર અનિલ રાણા વસિયા તેમજ કમિશનર રાજેશ તન્ના પોલીસ અધિક્ષક તેજા એ સ્થાનિક તંત્રએ કરેલી તાત્કાલીક અને સમયસરની કામગીરીની માહિતી આપી હતી.

આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ, જિલ્લા પ્રભારી સચિવ મનીષ ભારદ્વાજ તેમજ રાહત કમિશનર આલોક પાંડે જોડાયા હતા.

આ પણ વાંચો: Junagadh Rain: જૂનાગઢમાં જળબંબાકાર, ક્યાંક વાહનો તણાયા તો ક્યાંક પશુઓ, જુઓ વીડિયો

Back to top button