કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય કુસ્તીબાજોએ શાનદાર પ્રદર્શન કર્યું અને 6 ગોલ્ડ સહિત 12 મેડલ જીત્યા. આ દરમિયાન મહિલા રેસલર દિવ્યા કાકરાન પણ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી. 23 વર્ષીય દિવ્યા કાકરાને બ્રોન્ઝ મેડલ મેચમાં ટોંગાની ટાઈગર લીલી કોકર લેમલિયરને 30 સેકન્ડમાં હરાવી હતી.
मेडल की बधाई देने पर दिल्ली के माननीय मुख्यमंत्री जी को तहे दिल से धन्यवाद मेराआपसे एक निवेदन है की मै पिछले 20 साल से दिल्ली मे रह रही हू ओर यही अपने खेल कुश्ती का अभ्यास कर रही हू परंतुअब तक मुझे राज्य सरकारसे किसी तरह की कोई इनाम राशि नही दी गई न कोई मदद दी गई @ArvindKejriwal
— Divya kakran (@DivyaWrestler) August 7, 2022
દિવ્યા કાકરાન 68 કિગ્રા ફ્રી સ્ટાઇલની ક્વાર્ટર ફાઇનલમાં ટેકનિકલ શ્રેષ્ઠતા (0-11)ના આધારે નાઇજીરિયાની બ્લેસિંગ ઓબોરુદ્દુ સામે હારી ગઈ હતી. બાદમાં, બ્લેસિંગ ઓબોરુડુડુએ ફાઇનલમાં જગ્યા બનાવી, જેના કારણે દિવ્યાને રિપેચેજ રમવાની તક મળી, જેમાં તેણીએ સતત બે મેચ જીતી અને બ્રોન્ઝ મેડલ કબજે કર્યો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ દિવ્યા કાકરાનને અભિનંદન પાઠવ્યા હતા.
।मैं आपसे इतना निवेदन करती हूँ की जिस तरह आप अन्य खिलाड़ियों को सम्मानित करते हैं जो दिल्ली के होकर किसी ओर स्टेट से भी खेलते है उसी तरह मुझे भी सम्मानित किया जाये। @aajtak @ZeeNews @ABPNews @AAPDelhi
— Divya kakran (@DivyaWrestler) August 7, 2022
હવે દિવ્યા કાકરાને અરવિંદ કેજરીવાલના અભિનંદન પર પ્રતિક્રિયા આપતા પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. દિવ્યાએ ટ્વીટ કર્યું, ‘મેડલ માટે અભિનંદન આપવા બદલ દિલ્હીના માનનીય મુખ્યમંત્રી જીનો હાર્દિક આભાર. મારી તમને એક વિનંતી છે કે હું છેલ્લા 20 વર્ષથી દિલ્હીમાં રહું છું અને અહીં મારી રમત કુસ્તીની પ્રેક્ટિસ કરું છું પરંતુ આજ સુધી મને રાજ્ય સરકાર તરફથી કોઈ ઈનામની રકમ આપવામાં આવી નથી અને કોઈ મદદ પણ કરવામાં આવી નથી.
આ પણ વાંચો: CWG 2022: ટ્રિપલ જમ્પમાં ભારતને બે મેડલ, એલ્ડોસ પૉલે ગોલ્ડ અને અબ્દુલ્લાએ સિલ્વર જીત્યો
આ પહેલીવાર નથી જ્યારે દિવ્યા કાકરાને અરવિંદ કેજરીવાલ સામે ફરિયાદ કરી હોય. વર્ષ 2018માં જ્યારે દિવ્યા કાકરાન એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ લાવ્યો ત્યારે તેણે જાહેરમાં પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. ત્યારે તેણે કહ્યું હતું કે, ‘મેં 19 વર્ષની ઉંમરે દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો અને દિલ્હીને સતત 12 મેડલ અપાવ્યા. તમે કહ્યું હતું કે મને ભવિષ્યમાં મદદ મળશે પણ એવું ન થયું.