ટોપ ન્યૂઝનેશનલ

બિહાર લઠ્ઠાકાંડને લઈને સીએમ નીતિશ કુમારનું નિવેદન આવ્યુ સામે, કહ્યું જે દારૂ પીશે તે..

Text To Speech

બિહારમાં છપરામાં નકલી દારૂના કારણે 39 લોકોના મોત થયા છે તેમજ મૃતકોની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે દેશી દારૂના કારણે થયેલા મોતને લઈને સરકાર હાલ વર્તુળોના ઘેરામાં છે ત્યારે આજે શિયાળુ સત્રમાં પણ ભાજપે સતત નીતિશ કુમારને ઘેર્યા હતા. ત્યારે આ અંગે ભાજપ જવાબ માંગી રહ્યું છે અને ભાજપ સતત નીતિશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યું છે. આ દરમ્યાન સીએમ નીતિશ કુમારે આ અંગે મોટું નિવેદન આપતા જણાવ્યું કે, ‘દેશભરમાં ઝેરી દારૂના કારણે લોકોના મોત થયા છે. બિહારમાં દારૂબંધી સફળ છે.

સીએમ નીતીશનું નિવેદન આવ્યુ સામે

મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું છે કે લોકો ઝેરી દારૂથી મરે છે, બીજા રાજ્યોમાં પણ ઝેરી દારૂથી લોકો મૃત્યુ પામે છે. લોકોએ સતર્ક રહેવું જોઈએ. સીએમ નીતીશે કહ્યું, “જ્યારે બિહારમાં દારૂબંધી હશે ત્યારે ઝેરી દારૂ મળશે, અને જે દારૂ પીશે તે ચોક્કસ મરી જશે. આ અંગે સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવશેનુ જણાવ્યુ હતુ.

આ પણ વાંચો: બિહારમાં ઝેરીલો દારુ પીવાથી 39નાં મોત, RJDના મંત્રીનું વિવાદિત નિવેદન કહ્યું- પાવર વધારો, બધું જ સહન કરી લેશે

ગરીબોને ન પકડી, ધંધો કરનારાઓને પકડવા કહ્યુ

સીએમ નીતિશ કુમારે વધુમાં કહ્યું કે, મેં અધિકારીઓને કહ્યું છે કે ગરીબોને ન પકડો, આ ધંધો કરનારાઓને પકડો. દારૂબંધીના કાયદાથી ઘણા લોકોને ફાયદો થયો છે, ઘણા લોકોએ દારૂ છોડી દીધો છે. તમને જણાવી દઈએ કે છપરામાં નકલી દારૂના કારણે 30 લોકોના મોત થયા છે અને મૃત્યુઆંક હજુ પણ ચાલુ છે.

દારૂબંધીનો કાયદો મારો નિર્ણય નથી

મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું, જે પાર્ટી હંગામો મચાવી રહી છે તેણે જઈને લોકોને દારૂબંધીના પક્ષમાં સમજાવવા જોઈએ. ભાજપે જણાવવું જોઈએ કે જે રાજ્યોમાં તેની સરકાર છે ત્યાં ઝેરી દારૂના કારણે કેટલા મોત થયા છે. અમે બિહારમાં દારૂબંધીનો કાયદો પણ બનાવ્યો અને મોટા પાયે પ્રચાર કર્યો. તમામ પક્ષોએ તેનું સમર્થન કર્યું, તેથી જ બિહારમાં દારૂબંધીનો કાયદો લાગુ છે. દારૂબંધીનો કાયદો મારો નિર્ણય નથી. બિહારની મહિલાઓએ મારી પાસે આ માંગણી કરી, પછી મેં તેનો અમલ કર્યો. જે પીશે તે ચોક્કસ મરી જશે, આ યોગ્ય વાત છે.

Back to top button