ગુજરાત

ભરૂચ-દહેજ એક્સપ્રેસ-વે સહિત મહત્વના પ્રોજેક્ટ્સ ઝડપથી પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રીએ આપી સૂચના

Text To Speech

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે GSRDC ને ભરૂચ-દહેજ એક્સપ્રેસ-વે, વટામણ-પીપળી રોડ સહિતના પ્રોજેક્ટસ ઝડપથી કાર્યરત થાય તેવા સમયબદ્ધ આયોજન માટે સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ GSRDC ની 98મી બોર્ડ મિટીંગ ગાંધીનગરમાં યોજવામાં આવી હતી.

 

CM Bhupendra Patel Gujarat

મુખ્યમંત્રીએ નિગમના ચેરમેન તરીકે GSRDC દ્વારા રાજ્યમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટસની પ્રગતિની તેમજ નવા પ્રોજેક્ટની અદ્યતન સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા કરતાં આ દિશાનિર્દેશો આપ્યા હતા. માર્ગ-મકાન સચિવ સંદીપ વસાવા તથા GSRDCના મેનેજિંગ ડિરેકટર એ.કે. પટેલે મુખ્યમંત્રી સમક્ષ નિગમના વિવિધ પ્રોજેક્ટસ અને અન્ય કામગીરીનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યુ હતું.

આ પણ વાંચો : સરકારે બેરોજગારીના ચોંકાવનારા આંકડા જાહેર કર્યા, ગયા વર્ષની સરખામણીમાં આટલા લાખ વધુ !

મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં GSRDCને આવકના અન્ય સ્ત્રોત વિકસાવવા ઇનોવેટીવ ફાયનાન્સીંગ પર ઝોક આપવા પણ પ્રેરક સૂચન કર્યુ હતું. આ 98મી બોર્ડ બેઠકમાં GSRDCના ડિરેકટરઓ પણ સહભાગી થયા હતા.

Back to top button