મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તેલંગાણામાં સભા સંબોધી ભાજપ માટે મત માંગ્યા
ખૈરતાબાદ(તેલંગાણા), 27 ફેબ્રુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે તેલંગાણાના લોકોને ‘મોદી ગેરંટી’ માટે તમામ 17 લોકસભા મતવિસ્તારોમાં ભાજપને ચૂંટવાની અપીલ કરી હતી. તેલંગાણાના લોકોને કોંગ્રેસે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ખોટા વચનો આપીને ગેરમાર્ગે દોર્યા છે. કોંગ્રેસ સરકાર ચૂંટણી વચનો પૂરા કરવાની સ્થિતિમાં નથી. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના 10 વર્ષના કાર્યકાળમાં તમામ વચનો શત ટકા પૂરા કર્યા હતા તેમ ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું.
आज तेलंगाना प्रदेश में हैदराबाद ज़िले के सिकंदराबाद लोकसभा क्षेत्र के भाग्यलक्ष्मी क्लस्टर में विशाल जनसभा को संबोधित किया।
आदरणीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदीजी के मार्गदर्शन और नेतृत्व में तेलंगाना का चहुमुखी विकास और वृध्धि करने के लिए भारतीय जनता पार्टी प्रतिबद्ध है।… pic.twitter.com/ZRFv9gEOdI
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 26, 2024
મળતી માહિતી મુજબ, ખૈરતાબાદ ખાતે વિજય સંકલ્પ યાત્રાના ભાગ રૂપે આયોજિત વિશાળ રેલીમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ સિંચાઈ અને પીવાના પાણી, વીજળીની તંગી અને રોડ નેટવર્કના મુદ્દાઓને કેવી રીતે હલ કર્યા તે વિશે તેઓ સંપૂર્ણપણે વાકેફ છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે હવે વડાપ્રધાન તરીકે તેમણે અયોધ્યામાં રામ મંદિરના પુનઃનિર્માણના 500 વર્ષ જૂના મુદ્દાનું નિરાકરણ કર્યું, અને કલમ 370 નાબૂદ કરીને કાશ્મીરને ભારત સાથે સંપૂર્ણ રીતે એકીકૃત કર્યું. આતંકવાદ માટે ઝીરો ટોલરન્સે દેશમાં કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી. મોદી શાસનમાં દેશના તમામ રાજ્યોને સમાન મહત્વ મળ્યું છે. નરેન્દ્ર મોદી તેમના ત્રીજા કાર્યકાળમાં ખૂબ જ ટૂંકા ગાળામાં દેશ ત્રીજા સૌથી મોટા દેશ તરીકે ઉભરી આવે તે સુનિશ્ચિત કરશે. આ પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જી. કિશન રેડ્ડી અને ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ કે. લક્ષ્મણે સભાને સંબોધી હતી.
આ પણ જુઓ: ગુજરાત સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા, ઘઉં, બાજરી,જુવાર અને મકાઈની ખરીદી કરાશે