અમદાવાદગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સ્વાગત કાર્યક્રમ 29 જૂન શનિવારે યોજાશે

Text To Speech

ગાંધીનગર, 29 જૂન 2024, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ 29 જૂન, શનિવારે બપોરે યોજાશે.નાગરિકો, અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો 29 જૂનના રોજ સવારે 8થી 11 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.

જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને રજૂઆતો સાંભળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે ૩-૩૦ કલાકે મુખ્યમંત્રી કાર્યાલય જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને રજૂઆતો સાંભળશે.વડાપ્રધાન મોદીની પ્રેરણાથી 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ 26થી 28ના દિવસો દરમિયાન રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જોડાયા હોઈ દર મહિને નિયમિતપણે ચોથા ગુરુવારે યોજાતો રાજ્ય સ્વાગત કાર્યક્રમ શનિવાર 29મી જૂને યોજવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃબનાસકાંઠા : ડીસામાં સામાજિક સંસ્થાઓ દ્વારા વ્યસન મુક્તિ જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો

Back to top button