ગુજરાતટોપ ન્યૂઝ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલ ત્રણ મહિનાની સારવારના અંતે ઘરે પરત ફરશે

Text To Speech

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અનુજ પટેલ ત્રણ મહિનાની સારવારના અંતે અમદાવાદના ઘરે પરત ફરશે તેવું જાણવા મળી રહ્યું છે. છેલ્લા ત્રણ મહિનાથી અનુજ પટેલની બ્રેઇન સ્ટ્રોકના કારણે મુંબઈમાં સારવાર ચાલી રહી હતી. ત્યારે હવે તેઓ સ્વસ્થ થતા પોતાના ઘરે પરત ફરી રહ્યા છે.

અનુજ પટેલ સ્વસ્થ થઇને ઘરે પરત ફરશે

ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને ત્રણ મહિના પહેલા બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. જે પછી તેમની સર્જરી કરવામા આવી હતી અને તેમની મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. અહીં તબીબો દ્વારા અનુજ પટેલનું સતત ઓબ્ઝર્વેશન રાખવામાં આવી રહ્યુ હતુ. જેના કારણે તેઓ જલદી સ્વસ્થ થઈ શક્યા.

નિષ્ણાંત તબીબો દ્વારા કરાયું સતત મોનીટરિંગ

અનુજ પટેલનું કાર્ડીયોલોજીસ્ટ, મેડિસીન વિભાગ, ન્યુરોલોજીસલ્ટ તેમજ નેફરોલોજસ્ટ વિભાગના નિષ્ણાંત તબીબો સતત મોનીટરિંગ કરવામાં આવતુ હતુ જેના કારણે અનુજ પટેલના સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો હતો. જેથી હવે ત્રણ મહિના બાદ અનુજ પટેલ આજે જ ઘરે પરત ફરશે.

ઘરે જતા પહેલા અનુજ પટેલ અડાલજ ત્રિમંદિરમાં દર્શન કરશે

જાણકારી મુજબ અનુજ પટેલ આજે મોડી સાંજ સુધીમાં જ અમદાવાદ પોતાના ઘરે પહોંચશે. તેમજ ઘરે જતા પહેલા તેઓ અડાલજ ત્રિમંદિરમાં દર્શન કરશે, આમ અનુજ પટેલના સ્વાસ્થ્યના સારા સમાચાર મળતા CM ભૂપેન્દ્ર પટેલ અને તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને લઈને CR પાટીલની મોટી જાહેરાત, ભાજપ અપનાવશે નો-રિપીટ થિયરી

Back to top button