મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમલમ ખાતે વિજયોત્સવમાં આપશે હાજરી
ગાંધીનગર, 3 ડિસેમ્બર : આજે વહેલી સવારથી ચાર રાજ્યોમાં મતગણતરી થઈ રહી છે. ચારેય રાજ્યના વિધાનસભાના પરિણામો સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ રાજ્યોના વિધાનસભા પરિણામ લગભગ લગભગ સાફ થઇ ચૂકયા છે જેમાં મધ્યપ્રદેશ ,રાજસ્થાન,તેમજ છતીસગઢમાં ભાજપ તેમજ તેલંગાણામાં કોંગ્રેસ સરકાર બનાવશે જેમાં તેલંગાણામાં BRSને સત્તા ગુમાવવાનો વારો આવ્યો હોય તેવા પરિણામો સામે આવી રહ્યા છે આ વિધાનસભાના પરિણામએ એક્ઝિટ પોલ પ્રમાણે સાબિત થઈ રહ્યા છે.અને આ વિધાનસભાના પરિણામમાં છતીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની હાર થઇ રહી છે.જેમાં મધ્યપ્રદેશમાં ફરી ભાજપે જીત તરફ આગળ વધી રહ્યું છે.અને કાલે મિઝોરમના પરિણામ પર પણ સૌની નજર રહેલી છે
આ પરિણામ બાદ ભાજપ કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ
ત્રણ રાજ્યોના વિધાનસભા પરિણામમાં ભાજપ 3 રાજ્યોમાં જીત તરફ આગળ વધી રહો છે ત્યારે ભાજપ કાર્યાલયોમાં ભાજપ કાર્યકર્તાઓમાં એકબીજાને મીઠાઈ અને ફટાકડા ફોડી રહ્યા છે.
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિજયોત્સવમાં રહેશે હાજર
આ ત્રણ રાજ્યોના વિધાનસભા પરિણામ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સાંજે 5 વાગે અમદાવાદના ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે વિજયોત્સવમાં હાજરી આપશે.
આ પણ વાંચો : સોશિયલ મીડિયામાં ચૂંટણી પરિણામોના ખાટામીઠા ચમકારા