મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરાની મુલાકાતે છે. વડોદરામાં તેઓ અનેકવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરામાં મહાનગરપાલિકા દ્વારા આયોજિત બાળ મેળાનું તેમજ વડોદરા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા યોજાઈ રહેલા વી.સી.સી.આઈ. એક્સપોનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં સહભાગી થશે. તેઓ કમાટીબાગ ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત 50મા બાળમેળાનું સવારે 9 કલાકે ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સવારે 09-45 કલાકે નવલખી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહેલા વી.સી.સી.આઈ. એક્સપોનું ઉદ્ઘાટન કરશે.
આ પણ વાંચો : રાજ્યમાં કોલ્ડ વેવ વચ્ચે માવઠાની આગાહી
વિદ્યાર્થીઓના મનમાંથી પરીક્ષાનો ડર દૂર કરવા કાર્યક્રમ
કેન્દ્રીય અને રાજ્ય બોર્ડના ધો. 10 અને ધો. 12ના વિદ્યાર્થીઓના મનમાંથી પરીક્ષાનો ડર દૂર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અનોખી પહેલ એવા ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્લીના તાલ કટોરા સ્ટેડિયમથી દેશના વિદ્યાર્થીઓ સાથે વીડિયો સંવાદ સાધશે અને માર્ગદર્શન પૂરું પાડવાના છે. આ કાર્યક્રમનું વડોદરાના માંજલપુર સ્થિત આત્મીય વિદ્યાલય ખાતે પણ પ્રસારણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ તે સમયે માંજલપુર ખાતેથી આ વીડિયો કોન્ફરન્સના સહભાગી થઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડોદરા પ્રવાસ દરમિયાન તેમની સાથે સાંસદ અને ધારાસભ્યો સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.
વડાપ્રધાન કરશે વીડિયોના માધ્યમથી સંવાદ
આજે વડાપ્રધાન મોદી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત કરશે. શિક્ષણ મંત્રાલય દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાશે. વડાપ્રધાન મોદી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. જેને ધ્યાનમાં રાખીને ફારબીસગંજની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે સર્જનાત્મક સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી વડાપ્રધાન મોદી દ્વારા અભ્યાસ અને પરીક્ષામાં ઓછા માર્કસના કારણે નિરાશ થયેલા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમને લઈને બાળકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પરિક્ષા પે ચર્ચાની 6ઠી આવૃત્તિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોર્ડની પરીક્ષા આપી રહેલા દેશભરના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. તેમજ વિદ્યાર્થીઓ PM મોદી સાથે રૂબરૂ વાત કરી શકશે. તમને જણાવી દઈએ કે, દેશની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘પરીક્ષા પે ચર્ચા’ને ટેલિવિઝન સ્ક્રીન દ્વારા નિહાળશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ છેલ્લા 4 વર્ષથી આ કાર્યક્રમનું સંચાલન કરી રહ્યું છે.