ગુજરાતટોપ ન્યૂઝ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના જન્મદિવસે ત્રિમંદિર ખાતે કર્યા દર્શન, જાણો કોમનમેનથી CM સુધીની સફર

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે 62મો જન્મ દિવસ છે. ત્યારે આજે તેમના જન્મ દિવસે તેઓએ ત્રિમંદિર ખાતે દર્શન કર્યા હતા. તેમણે સીમંધર ભગવાનના આશીર્વાદ લઈ રાજ્યના નાગરિકોની સુખાકારી માટે પ્રાથના કરી હતી. આજે જન્મદિવસ નિમિત્તે તેઓ અનેક સેવાકીય કર્યો કરી ઉજવણી કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે અનેક લોકો તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો

ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસની ઉજવણી માટેની તૈયારીઓ પૂરજોશમાં કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વખત મુખ્યમંત્રી તરીકે પોતાના વિધાનસભા મત વિસ્તારમાં જન્મદિવસની ઉજવણીમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ભૂપેન્દ્ર પટેલ વિશે કેટલીક અજાણી વાતો

ગુજરાતના હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મ અમદાવાદ શહેરના શીલાજ વિસ્તારમાં 15 જુલાઈના રોજ 1962 ના વર્ષમાં થયો હતો. ભૂપેન્દ્ર પટેલે સિવિલ એન્જિનિયરમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. તે વ્યવસાયે બિલ્ડર છે. આ સાથે જ સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના રાજીનામાને કારણે ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કારકિર્દી

ભૂપેન્દ્ર પટેલ 1995-96માં મેમનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. 1999-2000, 2004-06માં અમદાવાદ સ્કુલ બોર્ડના ચેરમેન રહી ચુક્યા છે. 2008-10માં થલતેજ વોર્ડના કાઉન્સિલર હતા અને 2010-15માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. તેમજ તે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA)માં 2015-17માં ચેરમેન રહી ચુક્યા છે.તેઓ 2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા. પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 1,17,750 મતની જંગી સરસાઈથી જીત્યા. ભૂપેન્દ્ર પટેલ વિસ્તારના સ્થાનિક રાજકારણમાંથી કોર્પોરેશન અને ત્યાર બાદ વર્ષ 2017ની વિધાનસભા ચુંટણીમાં ઘાટલોડિયાના ધારાસભ્ય બનનારા ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17માં નવા સીએમ બન્યા છે.

ભૂપેન્દ્ર પટેલ -humdekhengenews

ભૂપેન્દ્ર પટેલ પરિવાર

ભૂપેન્દ્ર પટેલની પત્નીનું નામ હેતલ પટેલ છે. તેમના ભાઈનું નામ કેતન પટેલ અને પુત્રનું નામ અનુજ પટેલ છે. ભૂપેન્દ્ર પટેલની પુત્રવધૂનું નામ દેવાંશી પટેલ છે. ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારમાં ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાય છે.

 આ પણ વાંચો : ચંદ્રયાન-3 ના લોન્ચ બાદ NASA અને યુરોપની સ્પેસ એજન્સીએ જાણો શું કહ્યું

Back to top button