ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ઉદ્યોગકારોના હિતમાં લીધો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય

Text To Speech

ગાંધીનગર 07 જાન્યુઆરી 2024:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગકારોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરયો છે. જેમાં રાજ્યની જુદી જુદી GIDC માં વણવપરાશી ખુલ્લા પ્લોટ પરત લઈને ઉદ્યોગોની સ્થાપના દ્વારા તેનો પુનઃ વપરાશ થઈ શકે તે માટે ઉદારતમ નીતિ અપનાવવાનો નિર્ણય કર્યો છે.

GIDC માં જમીન સંપાદન કરીને લીઝ પર ફાળવવામાં આવે છે

ઉદ્યોગકારોને ઉદ્યોગોની સ્થાપના માટે રાજ્યની GIDC માં જમીન સંપાદન કરીને લીઝ પર ફાળવવામાં આવે છે. આવા ફાળવાયેલા પ્લોટધારક જો પ્લોટનો વપરાશ કરવા સક્ષમ ન હોય તો GIDCને પ્લોટ સ્વૈચ્છિક રીતે પરત સોંપી શકે તેવી પદ્ધતિ હાલ અમલમાં છે. આવા પ્લોટની સ્વૈચ્છિક પરત સોંપણીના કિસ્સાઓમાં પ્લોટધારકને પ્લોટની હાલની ફાળવણી કિંમતની સાપેક્ષમાં ખૂબ જ ઓછી રકમ પરત મળતી હોય છે. આ સંજોગોમાં પ્લોટધારકો સ્વૈચ્છિક પરત સોંપણી માટે પ્રોત્સાહિત થતાં નથી અને પ્લોટની જમીન વણવપરાયેલી પડી રહે છે.

ઉદાર પોલીસી અપનાવવાનો નિર્ણય કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે આ સ્થિતિનું સકારાત્મક નિવારણ લાવવા ઉદાર પોલીસી અપનાવવાનો નિર્ણય કર્યો છે.  આવા પ્લોટ સ્વૈચ્છિક પરત સોંપવાના કિસ્સામાં પ્લોટધારકે ફાળવણી સમયે ભરપાઈ કરેલી ફાળવણી કિંમત અને જીઆઈડીસીની હાલની ફાળવણી કિંમતના 75 ટકા સુધીની મહત્તમ મર્યાદામાં પ્લોટધારકને રકમ પરત કરવામાં આવશે. મુખ્યમંત્રીના આ નિર્ણયના પરિણામે રાજ્યની જુદી જુદી જીઆઈડીસીમાં વણવપરાશી એવી અંદાજે 1800 હેક્ટર જમીન ઉદ્યોગો સ્થાપવા માટે ઉપલબ્ધ બનશે. એટલું જ નહિ, આર્થિક વિકાસ સાથે રોજગાર સર્જનને પણ વેગ મળશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/CyPtEm9NFqD78Jxgyppzxj

 

આ પણ વાંચો :  અમદાવાદમાં શરૂ થયો પુસ્તક મેળોઃ પુસ્તક પ્રેમીઓ માટે આનંદોત્સવ

Back to top button