- રાજ્યમાં 3,249 ગ્રાન્ટેડ પુસ્તકાલયોને વધુ 18 કરોડની ગ્રાન્ટ ફાળવાશે
- પુસ્તકાલયોને લોકફાળાને બદલે બધી ગ્રાન્ટ સરકાર આપશે
- હવે અનુદાનિત લાઇબ્રેરીઓને 100 ટકા ગ્રાન્ટ આપશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ સાર્વજનિક પુસ્તકાલયોને લોકફાળામાંથી મુક્તિ આપી 100 ટકા ગ્રાન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે વાર્ષિક રૂ.17.82 કરોડનું વધુ અનુદાન અપાશે. આમ રાજ્યમાં 3,249 જેટલા ગ્રાન્ટેડ પુસ્તકાલયોને આ નીતિથી વધુ ગ્રાન્ટ મળશે.
આ પણ વાંચો: ગુજરાત: રોંગ સાઈડ ડ્રાઈવથી અકસ્માતમાં મોતનો આંકડો જાણી રહેશો દંગ
અનુદાનિત લાઇબ્રેરીઓને 100 ટકા ગ્રાન્ટ આપશે
અત્યારે રાજ્યમાં ગ્રાન્ટેબલ ગ્રંથાલયોને આદિજાતિ વિસ્તારોમાં 100 ટકા, અંધજન ગ્રંથાલયોને 90 ટકા અને અન્ય ગ્રંથાલયોને 75 ટકા ધોરણે ગ્રાન્ટ અપાય છે અને બાકીની રકમ લોકફાળાથી એકત્ર કરવાની હોય છે. પરંતુ હવે અનુદાનિત લાઇબ્રેરીઓને 100 ટકા ગ્રાન્ટ આપશે.
આ પણ વાંચો: કૃષિમંત્રી રાઘવજી પટેલે ભારતની શિક્ષણ વ્યવસ્થા અને પરિસ્થિતિ પર વ્યથા ઠાલવી
વર્ષે રૂપિયા 5 લાખને બદલે રૂ.6 લાખ ગ્રાન્ટ આપશે
હવે રાજ્ય સરકારે રાજ્યમાં 18 વિશિષ્ઠ ગ્રંથાલયોને વર્ષે રૂપિયા 5 લાખને બદલે રૂ.6 લાખ ગ્રાન્ટ આપશે. શહેરી ક્ષેત્રોના 35 ગ્રંથાલયોને વર્ષે રૂ.દોઢ લાખને બદલે રૂપિયા 2.50 લાખ આપશે. જ્યારે 14 અંધજન ગ્રંથાલયોને પ્રત્યેકને રૂ.2 લાખને બદલે રૂ. 2.5 લાખ ગ્રાન્ટ ફાળવશે. તદુપરાંત શહેરી શાખાના 79 ગ્રંથાલયોને ગ્રંથાલયદીઠ રૂ.દોઢ લાખ, નગરકક્ષા-1માં 84 લાઇબ્રેરીઓને પ્રત્યેકને રૂ.1 લાખ, નગરકક્ષા-2માં 240 લાઇબ્રેરીઓને લાઇબ્રેરી દીઠ રૂ.80 હજાર, 111 મહિલા ગ્રંથાલયોને પ્રત્યેકને રૂ.60 હજાર, 106 બાળ ગ્રંથાલયોને ગ્રંથાલયદીઠ રૂ.60 હજાર, 2560 ગ્રામ ગ્રંથાલયોને પ્રત્યેકને રૂ.40 હજાર વધારાની ગ્રાન્ટ અપાશે.