અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “આઝાદી કી યાદે”નું કર્યુ લોકાર્પણ, જાણો શું છે તેની ખાસિયત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના એસ.પી. રિંગરોડ પર આવેલ સરદાર પેટ્રો સ્ટેશન ખાતે ‘આઝાદી કી યાદે’ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું . આપણા દેશની આઝાદીને 75 વર્ષ થયા છે. ત્યારે આઝાદીમાં જેમણે બલીદાન આપ્યું છે. તેવા સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ અને દેશના 400 વર્ષના ઇતિહાસને આ મ્યુઝિયમમાં ઉજાગર કરવામાં આવ્યું છે. આ પ્રકારના પ્રથમ પેટ્રો સ્ટેશન માટે મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલે ગૌરવ સહ આનંદ વ્યક્ત કર્યો હતો.
દેશમાં આ પ્રકારનું પ્રથમ મ્યુઝીયમ
મહત્વનું છે કે અમદાવાદમાં બાકરોલ નજીક આવેલા સરદાર પટેલ પેટ્રોલ સ્ટેશન પર ઉભુ કરવામાં આવેલ આ મ્યુઝીયમ દેશમાં આ પ્રકારનું પ્રથમ મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમની મુલાકાતે આવતા લોકોને દેશના સ્વાતંત્ર સેનાનીઓની સંઘર્ષગાથા વિશે અને દેશના ઈતિહાસને જાણવા મળશે. આ મ્યુઝિયમમાં સ્વાતંત્ર સેનાનીઓના સ્કલ્પચર રજૂ કરવમાં આવ્યા છે. અહી તમે સ્વાતંત્ર સેનાનીઓની માહીતીને ફોટો સાથે અદભુત રીતે રજૂ કરવામા આવી છે.
જાણો શુ છે ખાસ
અમદાવાદના બાકરોલ નજીક આવેલા સરદાર પટેલ પેટ્રોલ સ્ટેશન પર નિર્માણ પામેલા આ મ્યુઝીયમમાં અત્યાધુનિક લાઈટ અને સેટ અપ સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને સુભાષચંદ્ર બોઝ સહિતના રાષ્ટ્રનાયકોની યશગાથાને પ્રદર્શિત કરવામાં આવી છે. તેમજ ‘આઝાદી કી યાદે’ થીમ સાથે નિર્માણ પામેલા મ્યુઝિયમ થકી દેશના વીર સપૂતોને શ્રદ્ધાંજલી આપવામાં આવી છે. આ મ્યુઝીયમમાં ભારતે કૃષિ, વિજ્ઞાન સહિતના ક્ષેત્રોમાં કરેલી પ્રગતિનું પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું છે. આઝાદીની લડાઈમાં મહિલાઓના યોગદાનની પણ નોંધ લેવામાં આવી છે. મ્યુઝીયમમાં ભારતના પ્રાચીન શાસકોથી માંડીને તમામ વડાપ્રધાનોની તસવીરો અને યાદી પણ મૂકવામાં આવી છે.
આ પણ વાંચો : CMOએ વોટ્સએપ નંબર જાહેર કર્યાના એક જ દિવસમાં મળી ઢગલાબંધ ફરિયાદો, તંત્ર હરકતમાં