અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતીથી ‘અમૃત કલશ યાત્રા’ ટ્રેનને બતાવી લીલી ઝંડી

  • ગુજરાતની ભૂમિથી 308 કળશ અને  800 યુવાનો સાથેની ટ્રેન દિલ્હી જવા રવાના થઈ
  • રાજ્યભરમાંથી એકત્રિત કરેલી માટી દિલ્હી ખાતે અમૃત વાટિકામાં ઉપયોગમાં લેવાશે

અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે સાબરમતી રેલ્વે સ્ટેશનથી ‘ અમૃત કલશ યાત્રા ‘ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મારી “માટી, મારો દેશ” ‘માટીને નમન વીરોને વંદન’ અભિયાન અંતર્ગત ગુજરાતની ભૂમિથી 308 કળશ અને  800 યુવાનો સાથેની “અમૃત કળશ યાત્રા” ટ્રેનને દિલ્હી જવા પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રી સુશોભિત ટ્રેનને લીલી ઝંડી બતાવતા અને મુસાફરોને વિદાય આપતા જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં સંદીપ કુમાર વિકાસ કમિશનર, હર્ષદભાઈ પટેલ તેમજ રેલવેના અધિકારીઓ, પોલીસ કર્મીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.

amrut kalash yatra train

સર્વોચ્ચ બલિદાન આપનાર જવાનોના સન્માન માટે શરૂ કરાયું હતું અભિયાન

amrut kalash yatra train passenger

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો સંબોધન ‘મન કી બાત’ના એક એપિસોડ દરમિયાન ‘મેરી માટી મેરા દેશ’ ઝુંબેશની જાહેરાત કરી હતી. દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર યુનિફોર્મમાં સજ્જ પુરુષો અને મહિલાઓના સન્માન માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેથી આ અભિયાન અંતર્ગત રાજ્યભરમાંથી એકત્રિત કરેલી માટી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક નજીક તૈયાર થનારી અમૃત વાટિકામાં  ઉપયોગમાં લેવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી નિર્માણ પામનાર આ અમૃત વાટીકા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું પ્રતિક બનશે. આ મહિનાની શરૂઆતમાં, કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે ‘અમૃત વાટિકા’ (બગીચો) બનાવવા માટે દેશના 6 લાખથી વધુ ગામોમાં 25 કરોડથી વધુ ઘરોમાંથી માટી એકત્રિત કરવામાં આવી રહી છે, જેને ‘એક ભારત’ના ભવ્ય પ્રતીક તરીકે કલ્પના કરવામાં આવી છે.

‘મેરી માટી મેરા દેશ’ અભિયાન અંતર્ગત નીકળી અમૃત કલશ યાત્રા

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ શુક્રવારે “મેરી માટી મેરા દેશ” પહેલના ભાગરૂપે ગુવાહાટીથી દિલ્હી સુધીની અમૃત કલશ યાત્રા શરૂ કરી હતી. ગુવાહાટી રેલ્વે સ્ટેશન પર માટીથી ભરેલી ભઠ્ઠીઓ લઈને દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસને મુખ્યમંત્રીએ લીલી ઝંડી બતાવી હતી. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ પણ બુધવારે ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનના ભાગરૂપે રાજ નિવાસથી ‘ અમૃત કલશ યાત્રા’ને લીલી ઝંડી બતાવી હતી.

આ પણ જાણો :અમદાવાદના બોપલમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ ‘અમૃત કળશ યાત્રા’

Back to top button