ગોળ-ચણા છે એનર્જીનું પાવરહાઉસ, હાડકાથી લઈને સ્કિનને પણ કરશે ફાયદો
- વર્ષો પહેલા ઘરે આવતા મહેમાનોને ગોળ-ચણા ખાવા માટે અપાતા હતા, જોકે સમયની સાથે સાથે એ પરંપરા ખતમ થઈ ચૂકી છે, પરંતુ આજે પણ આ એટલું જ હેલ્ધી કોમ્બિનેશન છે
HD ન્યુઝ ડેસ્કઃ ભારતમાં સદીઓથી ગોળ-ચણા એકસાથે ખાવાની પરંપરા છે. અગાઉ ઘરમાં આવતા મહેમાનોને ગોળ અને ચણા પાણી સાથે ખાવા માટે આપવામાં આવતા હતા. જો કે આ પરંપરા સમયની સાથે ખતમ થઈ ગઈ છે, પરંતુ આ કોમ્બિનેશન ખાવા પાછળ ઘણા મોટા ફાયદા હતા, જેનાથી મોટાભાગના લોકો અજાણ છે. ગોળ અને ચણા એકસાથે ખાવાથી તે એનર્જીના પાવર હાઉસની જેમ કામ કરે છે. આ બંને વસ્તુઓનું એકસાથે સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.
ગોળની સાથે ચણા ખાવાથી નબળાં હાડકાંને નવજીવન મળે છે. આ સાથે તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે. જે લોકો એનિમિયાથી પીડાતા હોય તેમણે ગોળ-ચણા ખાસ ખાવા જોઈએ.
ગોળ અને ચણા ખાવાના 5 મોટા ફાયદા
પાચન સુધારે છે
ગોળમાં હાજર ફાઇબર પાચનને સુધારે છે અને કબજિયાતમાં રાહત આપે છે. ચણામાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે જે પાચન પ્રક્રિયાને નિયમિત રાખવામાં મદદ કરે છે. બંને એક સાથે ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે.
એનર્જી લેવલ વધારે છે
ગોળમાં પ્રાકૃતિક શુગર હોય છે જે શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે. ચણા પ્રોટીનનો સારો સ્ત્રોત છે, જે શરીરને લાંબા સમય સુધી એનર્જેટિક રાખે છે. બંનેનું સાથે સેવન શરીરનું એનર્જી લેવલ વધારે છે.
હાડકાંને મજબૂત બનાવે છે
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે વધતી ઉંમર સાથે પણ હાડકાં મજબૂત રહે. આ માટે ગોળની સાથે ચણાને ખાવાથી ફાયદો થઈ શકે છે. ચણા કેલ્શિયમનો સારો સ્ત્રોત છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. ગોળમાં પણ હાડકાંને મજબૂત કરવાના ગુણ હોય છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે
નબળી રોગપ્રતિકારક શક્તિથી પીડાતા લોકોએ ગોળની સાથે ચણાનું સેવન કરવું જોઈએ. આ બંને વસ્તુમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધારી શકે છે.
એનિમિયા દૂર કરે છે
જે લોકો એનિમિયાથી પીડિત છે તેમના માટે ગોળ અને ચણાનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગોળમાં આયર્ન હોય છે, જે એનિમિયાને દૂર રાખવામાં મદદ કરે છે. ચણા શરીરને મજબૂત બનાવે છે
આ પણ વાંચોઃ ફળ-શાકભાજી કે નટ્સને પચવામાં કેટલો સમય લાગે છે, શું તમે જાણો છો?