ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારંભમાં ગુજરાત છવાયું, ‘છેલ્લો શો’ અને ‘દાળ-ભાત’ને મળ્યા એવોર્ડ

  • ભાવિન રબારીને  ‘છેલ્લો શો’ માટે શ્રેષ્ઠ બાળ કલાકારનો એવોર્ડ
  • ‘દાળ ભાત’ને બેસ્ટ શોર્ટ ફિલ્મ ફિક્શનનો વિશેષ એવોર્ડ 
  • આ એવોર્ડની જાહેરાત ઓગસ્ટ મહિનામાં કરાઈ હતી

17 ઓક્ટોબરે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 69મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ યોજાયો હતો. જેમાં પાન નલિન દિગ્દર્શિત ‘છેલ્લો શો’ને રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મુના હસ્તે શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ એનાયત કરાયો હતો. તેમજ પ્રતિભાશાળી બાળ કલાકાર ભાવિન રબારીને ડ્રામા ફિલ્મ ‘છેલ્લો શો’માં ઉત્કૃષ્ટ અભિનય માટે શ્રેષ્ઠ બાળ કલાકારનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર-HDNews
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર-HDNews
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર

છેલ્લો શો ફિલ્મ ગ્રામીણ ગુજરાતની ઝાંખી રજૂ કરે છે. ગીરના એક નાનકડા ગામમાં ખુલ્લા આકાશ તળે અને ખેતરોમાં જીવન વિતાવતો બાળક સિનેમાના પ્રેમમાં પડે છે, તે ખુદ સિનેમા વિશે શીખવાડે છે અને એક દિવસ ફિલ્મમેકર બની જાય છે. જેની ફિલ્મો દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે. આ સત્ય કહાની ફિલ્મના નિર્દેશક અને નિર્માતા પાન નલિનની છે.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર-HDNews
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર

નેમિલ શાહની ગુજરાતી ફિલ્મને મળ્યો એવોર્ડ

તો બીજી ગુજરાતી ફિલ્મ ‘દાળ ભાત’ ને બેસ્ટ શોર્ટ ફિલ્મ ફિક્શનનો વિશેષ એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મ કચ્છના ગુજરાતી યુવક કુમાર છેડાએ લખી છે. જ્યારે ડાયરેક્શન ગુજરાતી યંગસ્ટર નેમિલ શાહે કર્યું છે. ફિલ્મ ‘દાળ ભાત’નું શુટિંગ બીબર, દાદોર, થાન જાગીર અને યક્ષ બૌતરમાં થયું હતું.આ ફિલ્મમાં લેખન, દિગ્દર્શનથી લઈને અભિનેતાઓ સુધીની યુવા પેઢીની શાનદાર ટીમ છે.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર-HDNews
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર

આ ઉપરાંત, તમિલના સુપરસ્ટાર અલ્લૂ અર્જુન, બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને ક્રિતી સેનનને અનુક્રમે બેસ્ટ અભિનેતા અને અભિનેત્રીના એવોર્ડથી નવાજવામાં આવ્યાં છે. જ્યારે વેટરન અભિનેત્રી વહીદા રહેમાનને ફિલ્મોમાં તેમના યોગદાન માટે દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. ફિલ્મ પુષ્પા માટે અલ્લુ અર્જૂનને સર્વશ્રેષ્ઠ અભિનેતા, ગંગુબાઈ કાઠિયાવાડી માટે આલિયા ભટ્ટ અને મિમી માટે ક્રિતિ સેનનને સંયુક્ત રીતે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. રોકેટ્રી- ધ નામ્બી ઈફેક્ટને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડની જાહેરાત આ વર્ષે ઓગસ્ટ મહિનામાં કરાઈ હતી.

આ સમારંભમાં ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને નરગીસ દત્ત શ્રેષ્ઠ રાષ્ટ્રીય એકતા ફિચર ફિલ્મ એવોર્ડ એનાયત થયો હતો.

આ પણ વાંચો: અલ્લુ અર્જુનને બેસ્ટ અભિનેતા, આલિયા-ક્રિતિને બેસ્ટ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ

Back to top button