મહાશિવરાત્રી પર ‘છાવા’ ને મળ્યા મહાદેવના આશીર્વાદ: બધી ફિલ્મોને છોડી પાછળ


મુંબઈ, 27 ફેબ્રુઆરી: 2025: વિક્કી કૌશલ અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘છાવા’ 14 ફેબ્રુઆરી, 2025ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી. આ ઐતિહાસિક ફિલ્મ તેના શરૂઆતના દિવસથી જ ભારતીય બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે અને જંગી નફો કમાઈ રહી છે. વિક્કી કૌશલની ફિલ્મે મહાશિવરાત્રીના અવસર પર પણ ઘણી કમાણી કરી છે. દુનિયાભરમાંથી ૪૦૦ કરોડ રૂપિયા છાપ્યા પછી, ‘છાવા’નું આગામી લક્ષ્ય ૫૦૦ કરોડ રૂપિયા હશે. વિક્કિ કૌશલ સ્ટારર આ ફિલ્મ 2025ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ‘છાવા’ એ ‘પુષ્પા 2’ ને પાછળ છોડી દીધી છે.
મહાશિવરાત્રીના અવસર પર, ‘છાવા’ ની કમાણીમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે અને તેણે બધી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજના જીવનચરિત્ર પર આધારિત આ ફિલ્મને દર્શકોનો જબરદસ્ત પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મે રિલીઝના બીજા અઠવાડિયામાં 300 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.
મહાશિવરાત્રીના અવસર પર, ‘છાવા’ સામે ‘પુષ્પા 2’ પણ નિષ્ફળ ગઈ છે. ફિલ્મે ભારતમાંથી કુલ 385 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે દુનિયાભરમાંથી તે ઘણા દિવસો પહેલા જ 400 કરોડનો આંકડો પાર કરી ચૂક્યું છે. ‘છાવા’ એ 13મા દિવસે 21.75 કરોડની કમાણી કરી છે. ‘પુષ્પા 2’ એ 13મા દિવસે 18.5 કરોડની કમાણી કરી હતી. ‘બાહુબલી 2’ એ 13મા દિવસે 17.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ‘જવાન’ એ13મા દિવસે 12.9 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ‘સ્ત્રી 2’ એ 13મા દિવસે 11.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
આ પણ વાંચો..11 વર્ષની ઉંમરમાં જ અબરામ ખાન બન્યો રોકસ્ટાર, શાહરૂખના લાડલાએ જીત્યા દિલ!