ટ્રેન્ડિંગમનોરંજનમીડિયાવિશેષ

યોદ્ધાના અવતારમાં છવાયો વિક્કી કૌશલ, છાવાના ટીઝરની સાથે મોટી જાહેરાત

Text To Speech

મુંબઈ – 19 ઑગસ્ટ : વિક્કી કૌશલ હવે તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘છાવા’થી દર્શકોમાં હલચલ મચાવવા માટે તૈયાર છે. બોલિવૂડ સ્ટારની આગામી ફિલ્મ ‘છાવા’નું એક પાવરફુલ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં વિક્કી કૌશલનો એકદમ અલગ અને પાવરફુલ લુક જોવા મળી રહ્યો છે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થતા જ મેકર્સે વિક્કીકૌશલના ફેન્સને વધુ એક જબરદસ્ત સરપ્રાઈઝ આપી છે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવાની સાથે મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. છાવાનું ટીઝર રિલીઝ કરતી વખતે કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ આ વર્ષે 6 ડિસેમ્બરે રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Vicky Kaushal (@vickykaushal09)

છાવા ટીઝર આઉટ
વિક્કી કૌશલ આગામી પીરિયડ ડ્રામા ફિલ્મમાં બહાદુર છત્રપતિ સંભાજી મહારાજનું પાત્ર ભજવતો જોવા મળશે. ‘સ્ત્રી 2’ પહેલા ટીઝર બતાવવામાં આવ્યું હતું અને ચાહકો તેને જોયા પછી પહેલેથી જ ખુશ હતા. ટીઝરના સત્તાવાર લોન્ચિંગ પહેલા, વિક્કી કૌશલે બહુપ્રતિક્ષિત ફિલ્મનું પહેલું પોસ્ટર Instagram પર શેર કર્યું છે. છાવાનું નિર્દેશન લક્ષ્મણ ઉતેકર દ્વારા કરવામાં આવ્યું છે અને મેડૉક ફિલ્મ્સ હેઠળ દિનેશ વિજન દ્વારા નિર્મિત છે.

આ ફિલ્મ 6 ડિસેમ્બરે રિલીઝ થશે
ટીઝરમાં, વિક્કી કૌશલ એક યોદ્ધા તરીકે દેખાઈ રહ્યો છે અને હજારો સૈનિકો સામે એકલો લડતો જોવા મળે છે. ટીઝર શેર કરતી વખતે વિક્કીએ લખ્યું- ‘સ્વરાજના રક્ષક, ધર્મના રક્ષક. #છાવા- એક હિંમતવાન યોદ્ધાની મહાકાવ્ય વાર્તા. ટીઝર . અગાઉ, ફિલ્મનું પોસ્ટર શેર કરવામાં આવ્યું હતું, જેની સાથે વિક્કી  કૌશલે કેપ્શનમાં લખ્યું હતું – ‘ઝુકે નહિ, અખંડ, અજેય, સામ્રાજ્યને પડકારવાનું સાહસ. 1 કલાકમાં રિલીઝ થયું #છાવાનું ટીઝર! 6 ડિસેમ્બર 2024ના રોજ યોદ્ધા ગર્જના કરશે.

વિક્કીના ચાહકોને છાવાનું ટીઝર ગમ્યું
વિક્કી કૌશલ ‘છાવા’માં છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજીની ભૂમિકામાં જોવા મળશે. જ્યારથી ફિલ્મનો તેનો લુક સામે આવ્યો છે, ત્યારથી જ અભિનેતાના ચાહકો ઉત્સાહિત થઈ ગયા હતા અને હવે જ્યારે ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે, ત્યારે ઘણા યુઝર્સે આ ટીઝર પર પ્રતિક્રિયા આપતા વિક્કી કૌશલના વખાણ કર્યાં છે.

આ પણ વાંચો : “જે લોકો મમતા બેનરજી વિરુદ્ધ આંગળી ઉઠાવશે તેમની આંગળી તોડી નાખવી પડશે”: જાણો કોણે આપી લુખ્ખી ધમકી?

 

Back to top button