છાવા તેલુગુમાં રિલીઝ થઈ, બોક્સ ઓફિસ બુલેટ ગતિએ વધ્યું!


- છાવા તેલુગુમાં રિલીઝ થતાની સાથે જ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન વધ્યું છે. તેનો ગ્રાફ હવે ઉંચો જવા લાગ્યો છે. ફિલ્મનું કુલ કલેક્શન 500 કરોડને પાર થઈ ગયું છે
HD ન્યુઝ ડેસ્કઃ વિક્કી કૌશલ અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘છાવા’ બોક્સ ઓફિસ પર દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. જબરદસ્ત એક્શન અને થ્રિલરથી ભરેલી આ પીરિયડ ડ્રામા ફિલ્મ હવે તેલુગુ ભાષામાં પણ રિલીઝ થઈ છે. લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મના હિન્દી વર્ઝને ગયા શુક્રવારે 6.25 લાખ રૂપિયાની કમાણી કરી હતી, પરંતુ જો તેલુગુ વર્ઝનની વાત કરીએ તો શરૂઆતના દિવસે કલેક્શન ફક્ત 2.50 કરોડ રૂપિયા હતું. આ આંકડો વધારે નથી, પરંતુ તેની મદદથી ફિલ્મનો કલેક્શન ગ્રાફ ફરી એકવાર ઉપર જવા લાગ્યો છે.
તેલુગુ વર્ઝનથી ‘છાવા’ને નવી પાંખો મળી
તેલુગુ વર્ઝન સાથે, છાવાનું 22મા દિવસનું કલેક્શન 8.75 કરોડ રૂપિયા થયું. શનિવારે 23મા દિવસે કમાણીનો ગ્રાફ વધીને 13.50 કરોડ રૂપિયા થયો હતો. ફિલ્મે તેલુગુ વર્ઝનમાંથી 3 કરોડ રૂપિયાની કમાણી કરી, જેનાથી શનિવારે ફિલ્મની કુલ કમાણી 26.50 કરોડ રૂપિયા થઈ ગઈ. આ રીતે ફિલ્મનું કુલ કલેક્શન 500 કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે. ભારતીય બોક્સ ઓફિસ પર 23મા દિવસ સુધી ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 508 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
બોક્સ ઓફિસની ગતિ આગળ વધી
ઓપનિંગ ડે પર આ ફિલ્મે 31 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મે પહેલા જ અઠવાડિયામાં ભારતીય બોક્સ ઓફિસ પર 219.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા અઠવાડિયામાં ફિલ્મનું કુલ કલેક્શન 180.25 કરોડ રૂપિયા હતું. ત્રીજા અઠવાડિયામાં કમાણીમાં વધુ ઘટાડો થયો અને કલેક્શન 84 કરોડ રૂપિયા રહ્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ચોથા અઠવાડિયામાં છે અને આ સપ્તાહના અંતે પણ તેલુગુ વર્ઝનના સમર્થનથી, કમાણીનો ગ્રાફ ફરી એકવાર વધતો જોવા મળ્યો છે.
આ પણ વાંચોઃ નીતા અંબાણીએ 61 વર્ષની ઉંમરે મહિલાઓેને શીખવ્યા યોગા, શેર કર્યુ ફિટનેસ સીક્રેટ!