છત્તીસગઢ : બે સમુદાયના લોકો વચ્ચે હિંસક અથડામણ, પોલીસ પર પથ્થરમારો, કલમ 144 લાગુ
છત્તીસગઢના બેમેતરામાં વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ગામમાં અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી છે. હિંસા બાદ ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ કર્મચારીઓ પર લોકોએ પથ્થરમારો કર્યો હતો, જેમાં પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. ત્યારે આ ઘટનામાં એક વ્યક્તિનું મોત પણ થયું હોવાનું સામે આવ્યું છે.
બેમેતરામાં બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ
છત્તીસગઢના બેમેતરામાં બે સમુદાયો વચ્ચે બાળકોની લડાઈ મોટી અથડામણમાં ફેરવાઈ ગઈ હતી. આ અથડામણ એટલી વધી ગઈ હતી કે રોષે ભરાયેલા ટોળાએ વાહનોને આંગ ચાંપી દીધી હતી. અને તોડફોડ કરીને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.આ ઘટનાને પગલે મામલો થાળે પાડવા પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો.પોલીસે બળ પ્રયોગ કરીને ટોળાને વિખેર્યું હતું, ત્યારે સ્થિતીને કાબુમાં લેવા માટે કલમ 144 કલમ લાગુ કરી દેવામાં આવી છે.
ટોળાએ પોલીસ પર હુમલો કર્યો
ફાટી નીકળેલી હિંસામાં એક યુવકનું મોત થયું છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ગામમાં અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી છે. હિંસા બાદ ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ કર્મચારીઓ પર લોકોએ પથ્થરમારો કર્યો હતો, જેમાં પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. રોષે ભરાયેલા ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. જેના કારણે અનેક પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા હતા. અને આ ઘટનામાં એક યુવકનું મોત પણ નિપજ્યું હતું.
साजा पुलिस थाने के बीरनपुर में एक बच्चे से मारपीट की घटना सामने आई थी जिसके बाद 2 पक्षों में झड़प हुई। झड़प में एक व्यक्ति की मृत्यु हो गई। पुलिस मौके पर पहुंचकर शांति बनाने की कोशिश कर रही थी कि तभी पुलिस पर भी हमला हुआ। हमले में 3 पुलिस कर्मी घायल हुए: बेमेतरा SP,छत्तीसगढ़(1/2) pic.twitter.com/LxD4gQO3TU
— ANI_HindiNews (@AHindinews) April 8, 2023
બાળકોની લડાઈ બાદ મામલો ઉગ્ર બન્યો
જાણકારી મુજબ આ ઘટના સાજા પોલીસ સ્ટેશન વિસ્તારના બિરાનપુર ગામની છે. જ્યા બે સમુદાયના બાળકો વચ્ચે કોઈ મુદ્દે સામાન્ય ઝઘડો થયો હતો. ત્યારે આ ઝઘડામાં બે પરિવારોએ ઝંપલાવતા મામલો ઉગ્ર બન્યો હતો. જોત જોતામાં બે સમુદાયોના ટોળા એકઠા થઈ ગયા હતા. અને હિંસક અથડામણ થવા લાગી હતી.
કલમ 144 લાગુ
પોલીસે ઘટના સ્થળે પહોંચી ભારે મથામણ બાદ મામલો થાળે પાડ્યો હતો અને સ્થળ પર શાંતિ જાળવવા માટે હળવો બળપ્રયોગ કરીને ભીડને વિખેરી હતી. અને આ અથડામણમાં સામેલ 11 લોકોની ધરપકડ કરી હતી. અને આમાં સામેલ અન્ય લોકોની ઓળક કરવામાં આવી રહી છે. અને સ્થિતિને જોતા સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો : પશુપાલકો માટે આનંદના સમાચાર, પંચમહાલ ડેરીએ દૂધના ખરીદ ભાવ વધાર્યા