18 થી 35 વર્ષના બેરોજગાર યુવાનો માટે છત્તીસગઢ સરકારની બજેટમાં મોટી જાહેરાત
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આજે નાણામંત્રી તરીકે બજેટ રજૂ કર્યું હતું. જેમાં ગૃહને સંબોધતા સીએમ ભૂપેશ બઘેલે કહ્યું કે બેરોજગાર યુવાનો માટે દર મહિને 2500 રૂપિયાનું બેરોજગાર ભથ્થું જાહેર કરવામાં આવ્યું છે. સીએમ ભૂપેશ બઘેલે એમ પણ કહ્યું કે બેરોજગારોને 2 વર્ષ સુધી બેરોજગારી ભથ્થું ચૂકવવામાં આવશે.
શિક્ષિત બેરોજગારોને બેરોજગારી ભથ્થું આપવામાં આવશે
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આજે વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતુ. આ બજેટમાં સરકારે યુવા-બેરોજગાર-મહિલાઓ અને ખેડૂતોને લઈને લોકલાગણી જાહેરાતો કરી છે. ભૂપેશ બઘેલે બેરોજગાર યુવાનો માટે જાહેરાત કરતા જણાવ્યું હતુ કે શિક્ષિત બેરોજગારોને બેરોજગારી ભથ્થું આપવા માટે નવી યોજના શરૂ કરવામાં આવશે.
2.5 લાખ રૂ.થી ઓછી વાર્ષિક આવક ધરાવતા યુવાને મળશે લાભ
રોજગાર અને નોંધણી કેન્દ્રમાં નોંધાયેલ ધોરણ 12 પાસ 18 થી 35 વર્ષના યુવાનો, જેમના પરિવારની વાર્ષિક આવક 02 લાખ 50 હજારથી ઓછી હશે, તેઓને વધુમાં વધુ 02 વર્ષના સમયગાળા માટે 2500 રૂપિયા મળશે. દર મહિને બેરોજગારી ભથ્થું આપવામાં આવશે.
આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન વધારાશે
તેમણે બજેટમાં આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન રૂ. 6000 થી વધારીને રૂ. 10 હજાર અને સહાયકોનું માનદ વેતન રૂ. 3550 થી વધારીને રૂ. 5000 પ્રતિ માસ કરવા અંગે પણ માહિતી આપી હતી.
આ પણ વાંચો : સાનિયા મિર્ઝાએ ટેનિસમાંથી લીધી નિવૃતિ, જ્યાંથી કારકિર્દીની કરી શરુઆત ત્યાં જ અંત