છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલના ઘરે CBIના દરોડા, સહયોગીઓને ત્યાં EDની રેડ પડી


રાયપુર, 26 માર્ચ 2025: સીબીઆઈ ટીમે છત્તીસગઢની રાજધાની રાયપુર અને ભિલાઈમાં દરોડા શરૂ કર્યા છે. એજન્સીએ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નિવાસસ્થાન અને IPS અધિકારી આરિફ શેખના ઘરે દરોડા પાડવાનું શરૂ કર્યું છે. અહેવાલો અનુસાર, સીબીઆઈ વિનોદ વર્માના ઘરે પણ દરોડા પાડી શકે છે. સીબીઆઈના અધિકારીઓ વહેલી સવારે ભિલાઈ અને રાયપુરના નિવાસસ્થાનો પર પહોંચ્યા હતા. અગાઉ, ED ટીમે પણ તે જ સમયે દરોડા પાડ્યા હતા.
સીડી કૌભાંડ કેસમાં સીબીઆઈએ સમીક્ષા અરજી દાખલ કરી હતી. અગાઉ, કોર્ટે સીડી કૌભાંડ કેસમાં ભૂપેશ બઘેલને નિર્દોષ જાહેર કર્યા હતા. સમીક્ષા અરજી પર સુનાવણી 4 એપ્રિલે થવાની છે. સુનાવણી પહેલા સીબીઆઈના અધિકારીઓ પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના નિવાસસ્થાને પહોંચ્યા.
अब CBI आई है.
आगामी 8 और 9 अप्रैल को अहमदाबाद (गुजरात) में होने वाली AICC की बैठक के लिए गठित “ड्राफ़्टिंग कमेटी” की मीटिंग के लिए आज पूर्व मुख्यमंत्री भूपेश बघेल का दिल्ली जाने का कार्यक्रम है.
उससे पूर्व ही CBI रायपुर और भिलाई निवास पहुँच चुकी है.
(कार्यालय-भूपेश बघेल)
— Bhupesh Baghel (@bhupeshbaghel) March 26, 2025
ભૂપેશ બઘેલના કાર્યાલયે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, “હવે CBI આવી ગઈ છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદ (ગુજરાત) માં યોજાનારી AICC બેઠક માટે રચાયેલી “ડ્રાફ્ટિંગ કમિટી” ની બેઠક માટે આજે દિલ્હી જવાના છે. તે પહેલા, CBI રાયપુર અને ભિલાઈના નિવાસસ્થાને પહોંચી ચૂકી છે.”
તાજેતરમાં EDનો દરોડો પડ્યા હતા
તાજેતરમાં, ED એ ભૂપેશ બઘેલના નિવાસસ્થાનેથી મોટી રકમ રોકડ મળી હોવાનો દાવો કર્યો હતો. આ ગણતરી કરવા માટે, ED અધિકારીઓએ બે રોકડ ગણતરી મશીનો મંગાવ્યા હતા. EDએ ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલ સાથે જોડાયેલા એક પરિસરમાંથી કેટલાક ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. આ મામલો દારૂ કૌભાંડ સાથે સંબંધિત હતો.
આ પણ વાંચો: પતિની દરિયાદિલી: સામે ચાલીને પત્નીના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરાવી દીધા, કહ્યું- તું જા બાળકોને હું ઉછેરી લઈશ