છત્તીસગઢ ભાજપે ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરી
- છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેની અંતિમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ આ યાદીમાં ચાર નામોની જાહેરાત કરી છે.
Chhattisgarh election 2023: છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેની અંતિમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ આ યાદીમાં ચાર નામોની જાહેરાત કરી છે. રાજેશ અગ્રવાલને અંબિકાપુરથી ટિકિટ મળી છે, પાર્ટીએ દીપેશ સાહુને બેમેત્રાથી ઉમેદવાર તરીકે નામ જાહેર કર્યું છે. આ સાથે કોંગ્રેસ બાદ હવે ભાજપે પણ છત્તીસગઢની તમામ 90 સીટો પર પોતાના રાજકીય યોદ્ધાઓને મેદાનમાં ઉતાર્યા છે.
भारतीय जनता पार्टी की केंद्रीय चुनाव समिति ने छत्तीसगढ़ में होने वाले आगामी विधानसभा चुनाव 2023 के लिए निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। pic.twitter.com/CAbDEnu55k
— BJP Chhattisgarh (@BJP4CGState) October 25, 2023
ભાજપે 17 ઓગસ્ટે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. ત્યારબાદ 9 ઓક્ટોબરે 64 ઉમેદવારોની બીજી યાદી બહાર પાડવામાં આવી હતી. આ પછી 15 ઓક્ટોબરે ત્રીજી યાદીમાં બહાર પાડી હતી. જ્યારે આજે 25 ઓક્ટોબરે ચાર બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. આ રીતે ભાજપે રાજ્યની કુલ 90 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.
આ પણ વાંચો: Election 2023 : ભાજપે મધ્યપ્રદેશ-છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની કરી જાહેરાત, જુઓ યાદી
આ પણ વાંચો: છત્તીસગઢ ચૂંટણી 2023: BJPની બીજી યાદી જાહેર, રમણ સિંહને આ બેઠક પરથી ટિકિટ
છત્તીસગઢમાં ચૂંટણી ક્યારેં ?
છત્તીસગઢમાં કુલ 90 વિધાનસભા સીટો માટે બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન 7 નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 17 નવેમ્બરે થશે. આ ચૂંટણીના પરિણામ 3 ડિસેમ્બરે આવશે.
આ પણ વાંચો: મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણીમાં પાંચ રાજ્યોમાં સરકાર બનાવવાનો કર્યો દાવો