છત્તીસગઢ/ પોલીસે બે અલગ અલગ એન્કાઉન્ટરમાં 22 નકસલીઓને ફૂંકી માર્યા


છત્તીસગઢ, 20 માર્ચ 2025 : છત્તીસગઢની બીજાપુર પોલીસે આજે મોટી સફળતા મેળવી છે. બીજાપુર-દંતેવાડા સરહદના જંગલ વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન 18 નક્સલીઓ માર્યા ગયા છે. બીજાપુર પોલીસે પોતે આ માહિતી આપી છે. આજે સવારે 7 વાગ્યાથી નક્સલવાદીઓ સામે પોલીસની એક સંયુક્ત ટીમ નીકળી હતી. આ ટીમ ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં માઓવાદી વિરોધી કાર્યવાહી પર ગઈ હતી અને અત્યાર સુધીમાં ૧૮ નક્સલીઓ માર્યા ગયા છે. આ ઉપરાંત કાંકેર જિલ્લામાં પણ 4 નક્સલીઓ માર્યા ગયા છે.
આ એન્કાઉન્ટરમાં કુલ 22 નક્સલીઓ માર્યા ગયા હતા.
બીજાપુર-દંતેવાડા સરહદી વિસ્તાર ઉપરાંત, કાંકેરમાં પણ સુરક્ષા દળોએ નક્સલીઓનો ખાત્મો કરવામાં સફળતા મેળવી છે. કાંકેર જિલ્લામાં થયેલા એન્કાઉન્ટરમાં કુલ 4 નક્સલીઓ માર્યા ગયા છે. આ કાર્યવાહીમાં કુલ 22 નક્સલીઓ માર્યા ગયા છે, જેમાં બીજાપુર-દંતેવાડા સરહદના જંગલ વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં 18 અને કાંકેર જિલ્લામાં થયેલા એન્કાઉન્ટરમાં 4 નક્સલીઓ માર્યા ગયા છે.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
સવારથી જ ઓપરેશન ચાલી રહ્યું હતું.
છત્તીસગઢ સરકારની નક્સલવાદીઓ સામે ઝીરો ટોલેરેન્સની નીતિના ભાગ રૂપે, એક સંયુક્ત ટીમ આજે બીજાપુર અને દાંતેવાડાની સરહદ પર આવેલા ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં માઓવાદી વિરોધી કાર્યવાહી પર નીકળી હતી. સવારે 7 વાગ્યાથી માઓવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે સતત ગોળીબાર ચાલુ હતો. એન્કાઉન્ટર સ્થળેથી બે નક્સલીઓના મૃતદેહ અને મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. ટીમ દ્વારા શોધખોળ ચાલુ હતી.
આ પણ વાંચો : YouTubeના વીડિયોની ક્વોલિટી લો થઈ, યુઝર્સે કરી ફરિયાદ