ટ્રેન્ડિંગનેશનલ

એક ફોનમાં બે સિમ કાર્ડ વાપરનારાઓ માટે આવી રહ્યા છે નવા નિયમો!

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 28 ડિસેમ્બર : મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા તમામ લોકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ આવ્યું છે. એક જ ફોનમાં બે સિમ કાર્ડનો ઉપયોગ કરવાના મામલે મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. 2જી સેવા અથવા બે સિમ કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકો માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે. ટેલિકોમ કંપનીઓ હવે ગ્રાહકોને માત્ર વોઈસ અને એસએમએસ પેક આપશે, જેનાથી ગ્રાહકોને મોટી રાહત મળવાની આશા છે.

આ ડિજિટલ યુગમાં, ઘણા લોકો એકથી વધુ સિમ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. મોબાઈલ ફોન હવે લોકોના જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. ઘણા લોકો એક જ ફોનમાં બે સિમ કાર્ડનો ઉપયોગ કરે છે અને ઘણા ગ્રાહકો હજુ પણ 2G સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકાર બે સિમ કાર્ડ અથવા 2જી સર્વિસનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે કેટલીક જાહેરાત કરી શકે છે.

વાસ્તવમાં ટેલિકોમ સર્વિસ કંપનીઓ હવે ગ્રાહકોને માત્ર વોઈસ અને એસએમએસ પેક જ આપી શકશે. ટ્રાઈ ટૂંક સમયમાં ટેલિકોમ કંપનીઓ માટે આ સંબંધમાં માર્ગદર્શિકા જારી કરવા જઈ રહી છે. સામાન્ય રીતે નેટવર્ક કંપનીઓ ડેટા સાથે વોઇસ અને એસએમએસ પેક આપે છે, પરંતુ સામાન્ય રીતે ગ્રાહક એક સિમમાં ડેટાનો ઉપયોગ કરે છે અને બીજા સિમમાં માત્ર વોઇસ અને એસએમએસ સેવાઓનો ઉપયોગ કરે છે.

આ સ્થિતિમાં ગ્રાહકોએ માત્ર બે સેવાઓ માટે વધુ ચાર્જ ચૂકવીને રિચાર્જ કરાવવું પડી રહ્યું છે. ટ્રાઈ ટૂંક સમયમાં જ નવી માર્ગદર્શિકા જારી કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારતમાં આશરે 30 કરોડ 2G ગ્રાહકો હોવાનો અંદાજ છે.

આ પણ વાંચો : પંજાબ સરકાર પર ગુસ્સે થઈ SC, કહ્યું- ‘નામ નથી લેવા માંગતા, પરંતુ કેટલાક ખેડૂત નેતાઓ ઈચ્છે છે કે દલ્લેવાલ મરી જાય!’

માતાપિતાની સંપત્તિમાં દીકરાને કયારે નથી મળતો અધિકાર? આવો જાણીએ નિયમ 

પાંચ દિવસમાં આટલું સસ્તું થયું સોનુ, હવે આ છે 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ

નવા વર્ષમાં 5000 રૂપિયાની નોટ જારી થશે! જાણો RBIએ શું કહ્યું? 

મફત અનાજ વિતરણ માટે રેશનકાર્ડના નિયમોમાં મોટો ફેરફાર, આ તારીખથી થશે લાગુ 

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button