ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસ્પોર્ટસ

ચેતેશ્વર પૂજારાએ બ્રાયન લારાને એક ઝાટકે છોડી દીધો પાછળ, હાંસલ કરી આ મોટી સિદ્ધિ

Text To Speech
  • રણજી ટ્રોફી 2024માં સૌરાષ્ટ્ર અને છત્તીસગઢ વચ્ચેની મેચમાં શાનદાર પ્રદર્શન દેખાડ્યું

નવી દિલ્હી, 21 ઓકટોબર: ચેતેશ્વર પૂજારા ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર છે. તેને ન્યુઝીલેન્ડ સામેની ભારતીય ટેસ્ટ ટીમમાં તક મળી નથી. આ દરમિયાન તેણે રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને સદી ફટકારીને ટીમ ઈન્ડિયામાં પુનરાગમન માટે ધૂમ મચાવી દીધી છે. હાલમાં રણજી ટ્રોફી 2024માં સૌરાષ્ટ્ર અને છત્તીસગઢ વચ્ચે મેચ રમાઈ રહી છે. પૂજારાએ આ મેચમાં સૌરાષ્ટ્ર માટે શાનદાર બેટિંગ કરીને પોતાની ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી છે.

પૂજારાએ પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની 66મી સદી ફટકારી

સૌરાષ્ટ્ર તરફથી રમતા ચેતેશ્વર પૂજારાએ છત્તીસગઢ સામે સદી ફટકારી હતી. તે હાલમાં 138 રન બનાવીને ક્રિઝ પર હાજર છે. તેણે પોતાની ઇનિંગમાં 15 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. પૂજારાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની આ 66મી સદી છે. આ સાથે તેણે દિગ્ગજ ક્રિકેટર બ્રાયન લારાને પણ પાછળ છોડી દીધો છે. લારાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 65 સદી ફટકારી હતી. સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કરે ભારત માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારી છે. આ બંને ખેલાડીઓના નામે 81-81 સદી છે.

ફર્સ્ટ ક્લાસમાં ભારત માટે ચોથો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી

ચેતેશ્વર પૂજારાએ છત્તીસગઢ સામે સદી ફટકારીને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાના 21,000 રન પૂરા કરી લીધા છે. તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ચોથા સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન છે. સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડે ભારત માટે ફર્સ્ટ ક્લાસમાં તેમના કરતા વધુ રન બનાવ્યા છે. ભારત માટે ફર્સ્ટ ક્લાસમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ગાવસ્કરના નામે છે. તેમણે 25,834 રન બનાવ્યા છે.

2010માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું

એકવાર ચેતેશ્વર પુજારા ક્રિઝ પર આવી જાય તો તેને આઉટ કરવો ઘણો મુશ્કેલ બની જાય છે. તેની ટેક્નિક ઘણી સારી છે. તેમણે 2010માં ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેમણે 103 ટેસ્ટ મેચમાં 7195 રન બનાવ્યા જેમાં 19 સદી અને 35 અડધી સદી સામેલ છે. પરંતુ ખરાબ ફોર્મના કારણે તેને ટીમ ઈન્ડિયામાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો.

આ પણ જૂઓ: કૃષ્ણ ભક્તિમાં ડુબ્યાં વિરાટ- અનુષ્કા, કરવાચોથ પર ભજન-કીર્તન કરતાં દેખાયાં મિસ્ટર એન્ડ મિસિસ કોહલી

Back to top button