ગુજરાત

છેતરપીંડી: પત્નીના નામે 25 લાખની લોન લઈ પતિએ આપ્યા છુટાછેડા

  • રાજકોટમાં પોતાના પૂર્વ પતિએ જ કરી રુપિયા 25 લાખની છેતરપિંડી.
  • મહિલા પહોંચી પોલીસ સ્ટેશન, પોલીસે ફરિયાદ ન સાંભળી, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ.

રાજકોટ શહેરમાંથી પૂર્વ પતિએ જ પત્ની સાથે 25 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાના આક્ષેપો સાથેની ઘટના સામે આવી રહ્યાં છે. પત્નીએ પોતાના પતિ પર આક્ષેપ કર્યો છે કે, મને વિશ્વાસમાં લઈને મારા પૂર્વ પતિએ 25 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. વાત જાણે એમ છે કે, રાજકોટ શહેરમાં જીજ્ઞેશ પનારા અને અંજના પનારા લગ્નેતર જીવનગાળી રહ્યાં હતા. આ દરમિયાન જીજ્ઞેશ પનારાએ તેમના પત્ની અંજના પનારાના નામે તેમના ફ્લેટ ઉપર 25 લાખ રૂપિયાની લોન લીધી હતી. તે સમયે જિજ્ઞેશે તેમની પત્ની અંજનાને વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો કે, તેઓ લોનને ભરી દેશે.

ભરણપોષણમાં આપેલા ફ્લેટની લોન મહિલાના માથે:

જોકે, હવે બને છે એમ કે અંજના અને જિજ્ઞેશ વચ્ચે ગમે તે કારણોસર છૂટાછેડા થઈ જાય છે. છૂટાછેડા બાદ પતિ જિજ્ઞેશ તેના એક પુત્ર અને અંજનાના ભરણપોષણ માટે જે લોન વાળો ફ્લેટ હતો તે આપે છે. છૂટાછેડા થયા પછી પણ જિજ્ઞેશ પનારાએ લેખિતમાં અંજનાને બાહેધંરી આપી હતી કે, લોનના હપ્તા હું ભરીશ. જોકે, છૂટાછેડાના એક વર્ષ પછી જિજ્ઞેશ પનારાએ લોનના હપ્તા ભરવાના બંધ કરી દીધા હતા. આ બાબતથી અંજના બેન અજાણ હતા. પરંતુ જ્યારે બરોડા બેંકમાંથી નોટિસ આવી ત્યારે અંજના બેનને ખ્યાલ આવ્યો કે તેમના પૂર્વ પતિએ લોનના હપ્તા ભરવાનું બંધ કરી દીધા છે.

પૂર્વ પતિએ છૂટાછેડા આપી કરી લીધા બીજા લગ્ન:

બેંકની નોટિસ આવતા અંજના બેને તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે, તેમના પૂર્વ પતિએ બીજા લગ્ન કરીને અન્ય જગ્યાએ રહેવા જતા રહ્યાં હોવાનું માલૂમ થયું હતું. અંજના બેનના જણાવ્યા અનુસાર, તેમને જ્યારે તેમના પૂર્વ પતિને લોનના હપ્તા કેમ નથી ભર્યા તે અંગે જણાવ્યું તો તેઓ ઉશ્કેલાઈ ગયા અને કહ્યું કે, હપ્તા ભરવામાં આવશે નહીં, તારે જે કરવું હોય તે કરી લે..

અંજના બેનને ખ્યાલ આવી ગયો કે તેમના સાથે વિશ્વાસઘાત કરીને છેતરપિંડી કરી લેવામાં આવી છે. પોતાના પૂર્વ પતિ દ્વારા ધમકી મળતા અંજના બેને પોલીસ સ્ટેશનનો દરવાજો ખખડાવ્યો હતો. પોતાના એક બાળકને લઈને તે પોલીસ સ્ટેશનમાં તેમના પૂર્વ પતિ જીજ્ઞેશ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા. જોકે, તેમને ત્યારે 440નો ઝાટકો લાગ્યો જ્યારે પોલીસે તેમની આપવીતિ સાંભળ્યા પછી પણ એફઆઈઆર નોંધી નહીં.

પોલીસ છેતરપીંડીનો ભોગ બનનાર મહિલાની વાત સાંભળવા જ તૈયાર નથી

એક લાચાર માં પોતાના બાળકને લઈને પાછલા ચાર મહિનાથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઇ રહી છે પરંતુ પોલીસ તેની વાત સાંભળવા માટે તૈયાર નથી. તેવામાં તે પ્રશ્ન ઉભો થાય છે કે પોલીસ કેમ તપાસ કરીને સાચા તારણો સુધી પહોંચવાની કોશિશ કરી રહી નથી. પોલીસે પહેલાથી જ પોતાના હાથ કેમ ઉંચા કરી લીધા છે? પોલીસની જિજ્ઞેશ વિરૂદ્ધ ઢિલી નીતિના કારણે અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં છે.

આ પણ વાંચો: સાયબર ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો, રાજકોટના 35 વકીલો બન્યા સાયબર ફ્રોડના ભોગ

Back to top button