ચેતન શર્મા ફરીથી બન્યા સિલેક્ટર,વાયરલ સ્ટિંગ ઓપરેશન બાદ પોતાના પદ પરથી આપ્યું હતું રાજીનામું
નવી દિલ્હી : ટીમ ઈન્ડિયાના પૂર્વ ચીફ સિલેક્ટર ચેતન શર્મા ફરી એકવાર સિલેક્ટર બન્યા છે. આશ્ચર્યની વાત નથી કે તે ટીમ ઈન્ડિયાનો સિલેક્ટર નથી બન્યો, પણ તેમણે દુલીપ ટ્રોફી માટે નોર્થ ઝોનની ટીમ પસંદ કરી છે.
ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર અને બીસીસીઆઈના ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ થોડા મહિનાઓ પહેલા થયેલા વાયરલ સ્ટિંગ ઓપરેશન બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.પરંતુ આ રાજીનામાં પછી પણ ચેતન શર્મા ફરી એકવાર પસંદગીકાર તરીકે પરત ફર્યા છે.
દુલીપ ટ્રોફી માટે થઇ પસંદગી
પૂર્વ ચીફ સિલેક્ટર ચેતન શર્મા ફરી દુલીપ ટ્રોફી માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે.ત્યારે આ દુલીપ ટ્રોફીએ 28 જૂનથી શરૂ થનારી દુલીપ ટ્રોફી માટે પસંદગીકાર તરીકે પાછા ફર્યો.
ભૂતકાળમાં IPLમાં ફોલપ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
પંજાબના મનદીપસિંહને ઉતર ઝોનના ટીમની કપ્તાની સોપવામાં આવી છે.મનદીપ સિંહે 2023માં કોલકતા નાઈટ રાઈડર્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું.અને એણે 3 મેચમાં મનદીપ સિંહે 1 મેચમાં શુંન્ય સાથે કુલ 14 જ રન બનાવ્યા હતા.અને 2022માં દિલ્હી કેપિટલ્સ તરફથી 3 મેચમાં 18 રન બનાવ્યા હતા.
ગુરુગ્રામમાં આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક
ગુરુગ્રામ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગુરુવારના રોજ 15 જુનના રોજ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.ચેતન શર્માની આગેવાની હેઠળની પેનલમાં ઉત્તર ઝોનમાંથી 15 સભ્યોની ટુકડી પસંદ કરવામાં આવ્યા આવી.અને આઠ સ્ટેન્ડબાય ખેલાડીની પસંદગી કરવામાં આવી. સપોર્ટ સ્ટાફના નામ પણ જાહેર કરવામાં આવ્યા.
આ પણ વાંચો : Asia Cup 2023: 31 ઓગસ્ટથી શરૂ થશે એશિયા કપ, જાણો- ક્યાં રમાશે મેચો