ટોપ ન્યૂઝનેશનલસ્પોર્ટસ

ભારતમાં સૌપ્રથમ વખત યોજાશે ચેસ ઓલિમ્પિયાડ, જુઓ સમગ્ર વિગત

Text To Speech

ભારતમાં સૌપ્રથમ વખત ચેસ ઓલિમ્પિયાડ ચેન્નાઈમાં યોજાવા જઈ રહી છે. તારીખ 28 જુલાઈથી ચેસ ટુર્નામેન્ટ યોજાશે. ચેસ ઓલિમ્પિયાડમાં ઓપન કેટેગરીમાં 343 અને વિમેન્સ કેટેગરીમાં 187 ટીમ ભાગ લઈ રહી છે. આશરે 2500 ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહ્યા છે.

ભારતના 25 ખેલાડીઓ ભાગ લેશે, વિશ્વનાથ આનંદ મેન્ટર રહેશે

ચેસ ઓલિમ્પિયાડમાં 187 દેશોની 343 ટીમો ભાગ લેશે. ખેલાડીઓ, કોચ અને આંતરરાષ્ટ્રીય મીડિયા સહિત લગભગ 2500 પ્રતિભાગીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. ભારતીય ટીમમાં 25 ખેલાડીઓ હશે.

આયોજન પર 92 કરોડનો ખર્ચો થશે

આ કાર્યક્રમના આયોજન માટે 92.13 કરોડ રૂપિયા ફાળવ્યા છે. ચેસ ફેડરેશન ઓફ ઈન્ડિયા આ ઈવેન્ટને ભવ્ય બનાવવા માટે સ્થાનિક અને રાજ્યના અધિકારીઓ સાથે ચોવીસ કલાક કામ કરી રહ્યું છે. 20 એકરમાં ફેલાયેલી હોટલમાં તેનું આયોજન કરવામાં આવશે. ટ્રાફિકની સમસ્યા જાળવી રાખવા માટે 10 એકરમાં ટેમ્પરરી પાર્કિંગ એરિયા બનાવવામાં આવ્યો છે.

માસ્ક ફરજીયાત કરી શકે છે

આ મેગા ઈવેન્ટના આયોજકો સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, “ચેસ ઓલિમ્પિયાડ દરમિયાન એથ્લેટ્સને માસ્ક પહેરવાનું કહેવામાં આવી શકે છે. સર્વેલન્સ માટે મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવશે. ત્યાં સતત તપાસ કરવામાં આવશે અને કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે.”

Back to top button