ગુજરાતદક્ષિણ ગુજરાત

ભરૂચના જંબુસરમાં કેમિકલ લીકેજની ઘટના, 15 લોકો સારવાર હેઠળ

Text To Speech

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં સરોદ નજીક આવેલી કેમિકલ કંપનીમાં ગેસ લીકેજની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે અહીં અફરા તફરીનો માહોલ સર્જાયો છે. કેમિકલ પ્લાન્ટમાંથી પીળા રંગના ધુમાડા છૂટતાં કામદારો જીવ બચાવવા ભાગ દોડ કરતા નજરે પડી રહ્યા હતા.

ભરૂચના જંબુસરમાં કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ

પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં સરોદ નજીક આવેલી કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ થતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. પ્લાન્ટમાંથી પીળા રંગના ધુમાડા દુર દુર સુધી ઉડતા નજરે પડી રહ્યા હતા. ઘટનાને પગલે ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

15 થી વધુ લોકોને થઈ હતી

PI ઈન્ડસ્ટ્રીઝમાં બનેલી ઘટનામાં 15 થી વધુ લોકોને ગેસની અસર થઈ હતી. જેથી કંપની સત્તાધીશ સહીત ઇમરજન્સી સર્વિસીસના સૂત્રોએ આ 15થી વધુ લોકોને સ્થાનિક હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે આ ઘટનામાં હજુ સુધી જાનહાનીના કોઈ અહેવાલ સામે આવ્યા નથી. આ મામલાની પોલીસ સહીત એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં પંચાયત રાજમાં પ્રમુખોને જલસા પડી જશે, હવે ફરવા માટે સરકાર આપશે વધારાનું ભાડું

PI Indsutries માં બની ઘટના

ગેસ ગળતરની આ ઘટના PI Indsutries માં બની હોવાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે. આ સાથે આ ગેસ બ્રોમીન હોવાનું પ્રાથમિક અનુમાન છે આ બ્રોમીન ગેસ સીધો શ્વસન તંત્ર ઉપર અસર પહોંચાડે છે.

આ પણ વાંચો : Chandrayaan 3: પાકિસ્તાની સીમા હૈદરે ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ માટે રાખ્યું વ્રત

Back to top button