અરુણાચલ પ્રદેશમાં ચિતા હેલિકોપ્ટર ક્રેશ, બંને પાયલટ શહીદ
ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશના મંડલા પહાડી વિસ્તાર પાસે ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર બંને પાઈલટ શહીદ થઈ ગયા છે. સેનાના અધિકારીઓએ આ જાણકારી આપી. તેમણે કહ્યું કે આર્મી, સશસ્ત્ર સીમા બળ અને ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ની પાંચ સર્ચ ટીમો મોકલવામાં આવી છે. મંડલાના બાંગ્લાજાપ ગામ પાસે વિમાનનો કાટમાળ મળ્યો હતો.
Report: Army #Cheetah Helicopter Crash in West #Khameng district of the #Arunachal Pradesh.
More details awaited.#IADN
???? Representation pic.twitter.com/2ZL9P30yHM
— Indian Aerospace Defence News (IADN) (@NewsIADN) March 16, 2023
સેનાએ કહ્યું કે કોર્ટ ઓફ ઈન્ક્વાયરી કરવામાં આવી રહી છે. અકસ્માતનું કારણ જાણવા આદેશ કર્યો છે. અગાઉ, સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે અરુણાચલ પ્રદેશમાં બોમડિલાના પશ્ચિમમાં મંડલા નજીક સવારે સેનાનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.
સવારે 9 વાગ્યે ફ્લાઈટ ભરાઈ હતી
હેલિકોપ્ટરમાં બે પાઈલટ હતા જેમાં બે સેના અધિકારીઓ હતા. સેનાએ જણાવ્યું કે આ હેલિકોપ્ટર સવારે 9 વાગ્યે જિલ્લાના સાંગે ગામથી ઉડાન ભરીને આસામના સોનિતપુર જિલ્લાના મિસામારી જઈ રહ્યું હતું. તેમાં એક લેફ્ટનન્ટ અને મેજર હતા. લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યું કે એર ટ્રાફિક કંટ્રોલનો આ હેલિકોપ્ટર સાથે સવારે 9.15 વાગ્યે સંપર્ક તૂટી ગયો, જે ઓપરેશનલ ફ્લાઈટ પર હતું.
Army's Cheetah #HelicopterCrash in Arunachal Pradesh's Bomdila town Today. The chopper had earlier lost contact with the ATC. A search operation to locate the missing pilots was initiated. pic.twitter.com/KGF9vlVg5g
— Udaari Videshan Nu (@udaarividesha) March 16, 2023
માંડલા પાસે ક્રેશ થયું
તેમણે કહ્યું કે બોમડિલાના પશ્ચિમમાં મંડલા પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. સર્ચ અને રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. વિશેષ તપાસ શાખાના પોલીસ અધિક્ષક રોહિત રાજબીર સિંહે જણાવ્યું કે દિરાંગના ગ્રામીણોએ ક્રેશ થયેલા હેલિકોપ્ટરને સળગતું જોયું અને જિલ્લા વહીવટી અધિકારીઓને જાણ કરી.
Report: Army #Cheetah Helicopter Crash in West #Khameng district of the #Arunachal Pradesh.
More details awaited.#IADN pic.twitter.com/RSYvAJWaRG
— Nikita Begam (@NikitaBegam) March 16, 2023
રાજબીર સિંહે કહ્યું કે દિરાંગમાં બંગજલેપના ગ્રામજનોએ લગભગ સાડા બાર વાગ્યે હેલિકોપ્ટરને સળગતું જોયું. તેમણે કહ્યું કે તે વિસ્તારમાં કોઈ ‘મોબાઈલ કનેક્ટિવિટી’ નથી અને એટલું ધુમ્મસ ફેલાઈ ગયું છે કે વિઝિબિલિટી ઘટીને માત્ર પાંચ મીટર થઈ ગઈ છે. મોડી સાંજે સેનાએ જણાવ્યું હતું કે અકસ્માતમાં બંને પાયલોટના મોત થયા છે.