ટોપ ન્યૂઝનેશનલ

વડાપ્રધાન મોદીએ ચિત્તાને કૂનો નેશનલ પાર્કમાં છોડ્યા, ફોટોગ્રાફીનો આનંદ પણ માણ્યો

Text To Speech
  • નામીબિયાથી 24 લોકોની ટીમ સાથે સ્પેશિયલ પ્લેનમાં ચિત્તા ભારત આવ્યા.
  • ચિત્તાઓને ખાસ પ્રકારના પાંજરામાં લાવવામાં આવ્યા છે. આ લાકડાના પાંજરામાં હવા માટે ઘણાં ગોળાકાર છિદ્રો છે.

ભારતના જંગલમાં 70 વર્ષ બાદ ચિત્તાઓની રફતાર જોવા મળશે.  કુનો નેશનલ પાર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોક્સ ખોલીને ત્રણ ચિત્તાઓને ક્વોરેન્ટાઈન વાડામાં છોડ્યા હતા. અહીં વડાપ્રધાન માટે 10 ફૂટ ઊંચું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મની નીચે પિંજરામાં ચિત્તાઓ હતા. પીએમએ લિવર દ્વારા બોક્સ ખોલ્યું હતુ અને ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા. ચિત્તા પિંજરામાંથી બહાર આવતાં જ અજાણ્યા પાર્કમાં થોડા ભયભીત પણ જણાઈ રહ્યા હતા. પિંજરામાંથી બહાર આવતાં જ તેમણે અહીં-તહીં નજર ફેરવી અને દોડવા લાગ્યા હતા.

PMએ કરી વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી

Cheetah India
કુનો નેશનલ પાર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોક્સ ખોલીને ત્રણ ચિત્તાઓને ક્વોરેન્ટાઈન વાડામાં છોડ્યા હતા. અહીં વડા પ્રધાન માટે 10 ફૂટ ઊંચું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું.
Cheetah India
ચિત્તા બહાર આવતા જ મોદીએ તાળી પાડીને તેમનું સ્વાગત કર્યું હતુ. મોદીએ કેટલાક ફોટા પણ ક્લિક કર્યા હતા.

ચિત્તા બહાર આવતા જ મોદીએ તાળી પાડીને તેમનું સ્વાગત કર્યું હતુ. મોદીએ કેટલાક ફોટા પણ ક્લિક કર્યા હતા. મોદી 500 મીટર ચાલીને સ્ટેજ પર પહોંચ્યા હતા. તેમની સાથે રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હતા. તેમણે ચિત્તા મિત્ર ટીમના સભ્યો સાથે પણ વાત કરી હતી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ જન્મદિવસ પણ છે.

Cheetah India

Cheetah India

મોદીના ભાષણની ખાસ વાતો…

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામિબિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું- આપણે એવો સમય પણ જોયો છે જ્યારે પ્રકૃતિના વિનાશને શક્તિ પ્રદર્શનનું પ્રતીક માનવામાં આવતું હતું. 1947માં જ્યારે દેશમાં માત્ર ત્રણ ચિત્તા બચ્યા હતા ત્યારે તેમનો પણ શિકાર કરવામાં આવ્યો હતો.
  • તે દુર્ભાગ્યપૂર્ણ હતું કે 1952 માં આપણે ચિત્તાઓને લુપ્ત જાહેર કરી દીધા હતા, પરંતુ દાયકાઓ સુધી, તેમના પુનર્વસન માટે અર્થપૂર્ણ પ્રયાસો કરવામાં આવ્યા નહીં. આજે આઝાદીના અમૃતમાં હવે દેશ નવી ઉર્જા સાથે ચિતાઓનું પુનર્વસન કરવામાં લાગી ગયો છે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10 વાગ્યે દિલ્હીથી વિશેષ વિમાન દ્વારા ગ્વાલિયર પહોંચ્યા હતા. તેઓ કુનો નેશનલ પાર્ક પહોંચી ગયા હતા. PM મોદી અહીં ચિત્તાઓને પાર્કમાં છોડ્યા હતા. ભારતની 70 વર્ષની રાહ પૂરી થઈ છે. ચિત્તા શનિવારે સવારે નામિબિયાથી ભારત આવી પહોંચ્યા હતા. ચિત્તા 24 લોકોની ટીમ સાથે સ્પેશિયલ પ્લેને ગ્વાલિયર એરબેઝ પર ઉતરાણ કર્યું હતું. અહીં વિશેષ વિમાનમાંથી પાંજરા બહાર કાઢીને નિષ્ણાતો ચિત્તાઓનું નિયમિત ચેકઅપ કરાયું હતુ. આ પછી ચિત્તાઓને લઈને હેલિકોપ્ટર કુનો પહોંચ્યું હતું.
  • નામિબિયાથી લાવવામાં આવેલા 8 ચિત્તાઓમાંથી 3 ચિત્તાને મધ્યપ્રદેશના કુનો-પાલપુર નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા.ચિત્તાઓને ખાસ પ્રકારના પાંજરામાં લાવવામાં આવ્યા હતા. આ લાકડાના પાંજરામાં હવા માટે ઘણાં ગોળાકાર છિદ્રો છે. પાંજરાને ટ્રોલી વડે ચિનૂક હેલિકોપ્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. આ હેલિકોપ્ટર ચિત્તાઓ સાથે કુનો નેશનલ પાર્ક પહોંચ્યું હતું.

ખાસ વિમાનમાં ચિત્તા ભારત આવ્યા
શનિવારે સવારે ચિત્તા નામિબિયાથી ભારત આવી પહોંચ્યા છે. ચિત્તા 24 લોકોની ટીમ સાથે સ્પેશિયલ પ્લેને ગ્વાલિયર એરબેઝ પર ઉતરાણ કર્યું, જે બાદ ચિત્તાઓને લઈને હેલિકોપ્ટર કુનો પહોંચ્યું છે. વડાપ્રધાન મોદી પણ ગ્વાલિયર પહોંચી ગયા છે.

ચિત્તાઓને ખાસ પ્રકારના પાંજરામાં લાવવામાં આવ્યા છે. આ લાકડાના પાંજરામાં હવા માટે ઘણાં ગોળાકાર છિદ્રો છે. પાંજરાને ટ્રોલી વડે ચિનૂક હેલિકોપ્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. આ હેલિકોપ્ટર ચિત્તાઓ સાથે કુનો નેશનલ પાર્ક પહોંચ્યું છે.

મોટા માંસાહારી વન્યજીવોને શિફ્ટિંગ કરવાનો આ વિશ્વનો પ્રથમ પ્રોજેક્ટ છે. જે ચિત્તાઓને પાર્કના ક્વોરેન્ટાઈન વાડામાં છોડવામાં આવશે, તેમને લાવવા માટે, 20 જુલાઈ 2022 ના રોજ ભારત સરકાર અને નામિબિયા વચ્ચે એક કરાર થયો હતો.

Cheetah India
ચિત્તા 24 લોકોની ટીમ સાથે સ્પેશિયલ પ્લેને ગ્વાલિયર એરબેઝ પર ઉતરાણ કર્યું છે. અહીં વિશેષ વિમાનમાંથી પાંજરા બહાર કાઢીને નિષ્ણાતો ચિત્તાઓનું નિયમિત ચેકઅપ કરાયું. આ પછી હેલિકોપ્ટરમાં ચિત્તાઓ સાથે રવાના થયા.

CM શિવરાજસિંહે ઐતિહાસિક પગલું ગણાવ્યું
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, મધ્યપ્રદેશ માટે આનાથી મોટી કોઈ ભેટ ન હોઈ શકે. દેશમાંથી ચિત્તા લુપ્ત થઈ ગયા હતા અને દેશમાં ફરીથી ચિત્તાઓનો વસવાટ એ એક ઐતિહાસિક પગલું છે. આ સદીની આ સૌથી મોટી વન્યજીવ ઘટના છે. આનાથી મધ્યપ્રદેશમાં પ્રવાસનને ઝડપી વેગ મળશે.

જ્યોતિરાદિત્યએ ટ્વિટ કર્યું

નામીબિયાથી 8 ચિત્તાઓને લઈને વિશેષ વિમાન ગ્વાલિયરમાં ઉતર્યું
નામિબિયાથી 8 ચિત્તા ભારતમાં આવ્યા છે. જે સ્પેશિયલ પ્લેનથી તેને લાવવામાં આવી રહ્યા હતા તે ગ્વાલિયર એરપોર્ટ પર લેન્ડ થયું હતુ. સવારે 7.55 વાગ્યે નામીબિયાથી સ્પેશિયલ ચાર્ટર્ડ કાર્ગો ફ્લાઈટ 8 ચિત્તા લઈને આવી હતી. પ્લેન ગ્વાલિયરમાં ભારતીય વાયુસેનાના એરબેઝ પર લેન્ડ થયું હતું. પ્લેન લેન્ડ થતાની સાથે જ ચિત્તાઓનું આતશબાજી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.જે બાદ તેમને અહીંથી હેલિકોપ્ટર દ્વારા કુનો નેશનલ પાર્ક લઈ જવા રવાના થયા હતા.

અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે ત્રણ બોક્સ ખોલશે અને ચિત્તાઓને ક્વોરેન્ટાઈન એન્ક્લોઝરમાં છોડશે. આજે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ પણ છે. મોદી કૂનોમાં અડધો કલાક રોકાશે. આ દરમિયાન તે ચિત્તા મિત્ર ટીમના સભ્યો સાથે વાત કરશે. શાળાના બાળકોને પણ પાર્કમાં બોલાવવામાં આવ્યા છે. વડાપ્રધાન પોતાનો જન્મદિવસ આ બાળકો સાથે ઉજવશે.

Cheetah India
નામિબિયાથી 8 ચિત્તા ભારતમાં આવ્યા છે. જે સ્પેશિયલ પ્લેનથી તેને લાવવામાં આવી રહ્યા હતા તે ગ્વાલિયર એરપોર્ટ પર લેન્ડ થયું હતુ.

કાર્યક્રમ ટિકટોલી ગેટથી 18 કિલોમીટર દૂર યોજાશે
આ કાર્યક્રમ કુનો નેશનલ પાર્કના ટિકટોલી ગેટથી 18 કિલોમીટર દૂર યોજાશે. શિયોપુર જિલ્લાના કરહાલ મુખ્યાલયમાં બપોરે 12 વાગ્યે મહિલા સ્વ-સહાય જૂથોનું સંમેલન યોજાનાર છે. જેમાં પીએમ મોદી સામેલ થશે. કાર્યક્રમની લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

મોદીના મંચ હેઠળ ચિત્તા પાંજરામાં હશે
કૂનો નેશનલ પાર્કના ટિકતૌલી ગેટથી 18 કિમીની અંદર 5 હેલિપેડ છે. તેમાંથી 3 વડાપ્રધાન અને તેમની સુરક્ષા માટે આવેલા હેલિકોપ્ટર માટે આરક્ષિત છે. અહીંથી 500 મીટરની ત્રિજ્યામાં 10 ફૂટ ઊંચું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. પ્લેટફોર્મની ઊંચાઈ 10 થી 12 ફૂટ હશે. મંચ પર પીએમ મોદી ઉપરાંત મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય વન મંત્રી અને મધ્યપ્રદેશના વન મંત્રી પણ હશે. આ પ્લેટફોર્મની બરાબર નીચે છ ફૂટના પિંજરામાં ચિત્તા હશે.

Cheetah India
આ કાર્યક્રમ કુનો નેશનલ પાર્કના ટિકટોલી ગેટથી 18 કિલોમીટર દૂર યોજાશે.

8 ચિત્તાઓમાં 2 સગા ભાઈ પણ
દક્ષિણ આફ્રિકાની પ્રિટોરિયા યુનિવર્સિટીમાં પ્રો. એડ્રિયન ટ્રોડિફે જણાવ્યું કે ભારતમાં આવતા 8 ચિત્તાઓમાંથી બે સગા ભાઈઓ પણ છે. તેમની ઉંમર અઢીથી સાડા પાંચ વર્ષ વચ્ચેની છે. ચિત્તાનું સરેરાશ જીવનકાળ સામાન્ય રીતે 12 વર્ષ હોય છે. ચિત્તાઓને સુરક્ષિત રીતે લાવવા માટે નામીબીયાથી વેટરનરી ડોકટર અન્ના બસ્ટો પ્લેનમાં સાથે આવ્યા છે.

Back to top button