ગુજરાતટ્રેન્ડિંગ

AIથી તપાસ કરાતાં ગુજરાત સહિત દેશભરની અંદાજે CBSEની 500 સ્કૂલોના પ્રેક્ટિકલ માર્ક્સમાં ગોલમાલ

  • ગુજરાત સહિત દેશભરની અંદાજે 500 જેટલી સ્કૂલોને નોટિસ ફટકારમાં આવી
  • નોટિસ આપેલી તમામ શાળાઓને ઈન્ટરનલ એસેસમેન્ટને ફરીથી ચકાસણી કરવા આદેશ કરાયો
  • વિદ્યાર્થીઓના પ્રેક્ટિકલ અને થિયરીના માર્કસમાં મોટા તફાવત હોવાની હકીકત સામે આવી

AIથી તપાસ કરાતાં ગુજરાત સહિત દેશભરની અંદાજે CBSEની 500 સ્કૂલોના પ્રેક્ટિકલ માર્ક્સમાં ગોલમાલ જોવા મળી છે. તેમાં થિયરી-પ્રેક્ટિકલ ગુણમાં તફાવત જણાતા સ્કૂલોને નોટિસ આપવામાં આવી છે. સ્કૂલોને ઈન્ટરનલ એસેસમેન્ટને ફરીથી ચકાસણી કરવા CBSEનો આદેશ છે. તેમજ સ્કૂલો દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષામાં વિદ્યાર્થીઓને પુરેપુરા માર્ક આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદનું પાણી ભરાતા તેનો નિકાલ કરવા આવશે કર્મચારી 

વિદ્યાર્થીઓના પ્રેક્ટિકલ અને થિયરીના માર્કસમાં મોટા તફાવત હોવાની હકીકત સામે આવી

સેન્ટ્રલ બોર્ડ ઓફ્ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સંલગ્ન સ્કૂલો દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષામાં હોશિયારની સાથેસાથે નબળા વિદ્યાર્થીઓને પણ ભરપૂર માર્કસ આપવામાં આવતા હોવાની વિગતો સામે આવી છે. CBSE દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી પરિણામના આંકડાઓની વિગત તપાસતા વિદ્યાર્થીઓના પ્રેક્ટિકલ અને થિયરીના માર્કસમાં મોટા તફાવત હોવાની હકીકત સામે આવી છે. આથી આવી ગુજરાત સહિત દેશભરની અંદાજે 500 જેટલી સ્કૂલોને નોટિસ ફટકારમાં આવી છે.

નોટિસ આપેલી તમામ શાળાઓને ઈન્ટરનલ એસેસમેન્ટને ફરીથી ચકાસણી કરવા આદેશ કરાયો

નોટિસ આપેલી તમામ શાળાઓને ઈન્ટરનલ એસેસમેન્ટને ફરીથી ચકાસણી કરવા આદેશ કરાયો છે. CBSE બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ પરિણામના આંકડાઓની ચકાસણી હાથ ધરાઈ હતી. આ ચકાસણી દરમિયાન એવી માહિતી સામે આવી હતી કે, 500 સ્કૂલોમાં 50 ટકા કે તેના કરતા વધુ વિદ્યાર્થીઓના કેટલાક વિષયોમાં થિયરી અને પ્રેક્ટિકલના ગુણમાં ખુબ જ મોટો તફાવત જોવા મળ્યો છે. સ્કૂલો દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષામાં વિદ્યાર્થીઓને પુરેપુરા માર્ક આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેની સામે આ વિદ્યાર્થીઓના થિયરીના ગુણ જોતા ખૂબ ઓછા ગુણ મળ્યા હોવાનું નોંધાયું હતું. આમ, વિદ્યાર્થી પ્રેક્ટિકલમાં હોશિયાર હોય અને થિયરીમાં નબળો હોય તે શક્ય ન હોવાનું જણાતા આવી સ્કૂલોને અલગ તારવી તેમને નોટિસ આપી. બોર્ડ દ્વારા આવી સ્કૂલોને પોતાના ઈન્ટરનલ એસેસમેન્ટની પ્રક્રિયાને ફરીથી રિવ્યૂ કરવા માટે સૂચના આપી નોટિસ આપી હોવાનું જાણવા મળે છે.

ગુજકેટની પરીક્ષામાં પણ વર્ષો પહેલા આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે, શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધો-12 સાયન્સની પરીક્ષા અને ઈનજેરી- ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાતી ગુજકેટની પરીક્ષામાં પણ વર્ષો પહેલા આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. ગુજકેટના પરિણામ અને ધોરણ-12 સાયન્સના પરિણામની ચકાસણી કરતા ત્રણેક વિદ્યાર્થીઓ એવા મળ્યા હતા કે જેમને ગુજકેટમાં 120માંથી 115 કરતા વધુ ગુણ મળ્યા હતા. જ્યારે તે જ વિષયમાં ધોરણ-12 સાયન્સમાં માંડ માંડ પાસ થયા હતા.

Back to top button