Diwali 2023ટ્રેન્ડિંગધર્મ

જોઇ લો દિવાળીનું કેલેન્ડર અને જાણો લક્ષ્મી પૂજનનું તમારા શહેરનું મુહૂર્ત

Text To Speech
  • 10 નવેમ્બર અને શુક્રવારના રોજ દિવાળી
  • 11 નવેમ્બર અને શનિવારના રોજ કાળી ચૌદશ
  • 12 નવેમ્બરના રોજ લક્ષ્મી પૂજન અને દિવાળી

દિવાળીનો તહેવાર શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે. દિવાળીનો તહેવાર હિંદુ ધર્મમાં સૌથી લાંબો તહેવાર છે, તે પાંચ દિવસ સુધી ઉજવવામાં આવે છે. દિવાળીનો તહેવાર ધનતેરસથી લઇને ભાઇબીજ સુધી ચાલે છે. સમગ્ર ભારતમાં દિવાળી ઉજવવામાં આવે છે, જોકે અલગ અલગ જગ્યાએ આ તહેવાર અલગ અલગ રીતે સેલિબ્રેટ થાય છે. હિંદુ પંચાંગ અનુસાર આસો માસની અમાસના રોજ દિવાળીનો તહેવાર ઊજવવામાં આવે છે. દિવાળી રોશનીનો તહેવાર છે. એવું માનવામાં આવે છે કે ભગવાન રામ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અને લંકાના રાજા રાવણને હરાવીને માતા સીતા અને ભાઇ લક્ષ્મણ સાથે આજના દિવસે જ અયોધ્યા પરત ફર્યા હતા. આ દિવસે લોકો પોતાના ઘરનો રોશની અને દીવાથી સજાવે છે. રંગોળીઓ બનાવીને, મીઠાઇઓ ખાય છે, દોસ્તો અને સંબંધીઓના ઘરે જઇને ગિફ્ટનું આદાનપ્રદાન કરે છે. નવા ટ્રેડિશનલ કપડા પહેરીને દિવાળી ઊજવે છે. અહીં જાણો દિવાળીનું કેલેન્ડર

  • ધન તેરસ 10 નવેમ્બર, 2023
  • કાળી ચૌદસ 11 નવેમ્બર, 2023
  • દિવાળી-લક્ષ્મી પૂજન 12 નવેમ્બર, 2023
  • ગોવર્ધન પૂજા- નવું વર્ષ, ભાઇબીજ 14 નવેમ્બર, 2023

જોઇ લો દિવાળીનું કેલેન્ડર અને જાણો લક્ષ્મી પૂજનનું તમારા શહેરનું મુહૂર્ત hum dekhenge news

દિવાળીના દિવસે લક્ષ્મીપૂજનનું મુહૂર્તઃ

દિવાળી પર લક્ષ્મી પૂજાનું મુહૂર્ત સાંજે 5.39થી 7.35 વાગ્યા સુધી રહેશે. પ્રદોષ કાળ સાંજે 5.29 વાગ્યાથી રાતે 8.08 વાગ્યા સુધી રહેશે. વૃષભ કાળ સાંજે 5.39 વાગ્યાથી સાંજે 7.35 વાગ્યા સુધી રહેશે. નિશિતા કાળમાં લક્ષ્મી પૂજનનું મુહૂર્ત 13 નવેમ્બરે રાતે 11.39 વાગ્યાથી 12.32 સુધીનું છે.

દિવાળીમાં શહેર પ્રમાણે પૂજાના મુહૂર્ત

  • પુણેઃ સાંજે 6.09થી 8.09 વાગ્યા સુધી
  • નવી દિલ્હીઃ સાંજે 5.39થી 7.35 વાગ્યા સુધી
  • ચેન્નાઇઃ સાંજે 5.52થી 7.54 વાગ્યા સુધી
  • જયપુરઃ સાંજે 5.48 વાગ્યાથી 7.44 સુધી
  • હૈદરાબાદઃ સાંજે 5.52થી 7.53 સુધી
  • ચંદીગઢઃ સાંજે 5.37 વાગ્યાથી 7.32 સુધી
  • કોલકત્તાઃ સાંજે 5.05 વાગ્યાથી 7.03 સુધી
  • મુંબઇઃ સાંજે 6.12 વાગ્યાથી રાતે 8.12 સુધી
  • બેંગલુરુઃ સાંજે 6.03 વાગ્યાથી રાતે 8.05 સુધી
  • અમદાવાદઃ સાંજે 6.07 વાગ્યાથી રાતે 8.06 સુધી
  • નોઈડાઃ સાંજે 5.39 વાગ્યાથી સાંજે 7.34 સુધી

આ પણ વાંચોઃ દિવાળીમાં મીઠાઇ ખાઇને પણ વજન કન્ટ્રોલમાં રાખવું છે? તે પણ શક્ય છે!

Back to top button