ટ્રેન્ડિંગમનોરંજનવિશેષ
સોહા અલી- કુનાલ ખેમુની દિકરી Inaayaની બર્થડે પાર્ટીની ક્યુટ તસવીરો જુઓ


- સોહાઅલી ખાને દિકરી ઇનાયા ખેમુની બર્થડે પાર્ટીની તસવીરોને સોશિયલ મીડિયા પર શેર કરી હતી
બોલિવૂડ કપલ સોહા અલી ખાન અને કુણાલ ખેમુની દીકરી ઇનાયા નૌમી ખેમુ 6 વર્ષની થઈ ગઈ છે. આ અવસર પર તેણે ગ્રાન્ડ બર્થડે પાર્ટી આપી હતી. જેની ઝલક તેણે હવે સોશિયલ મીડિયા પર દેખાડી છે.
સોહા અલી ખાનની પુત્રી ઇનાયા બી-ટાઉનના લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે. આજે ઈનાયા તેનો છઠ્ઠો જન્મદિવસ ઉજવી રહી છે. કુણાલ અને સોહાએ તેમની લાડલી માટે ભવ્ય બાર્બી થીમ આધારિત પાર્ટીનું આયોજન કર્યું હતું.
સોહા અલી ખાન શેર કરેલી તસવીરોમાં ઇનાયા ખુશ ખુશ દેખાતી હતી. સોહાએ ઇનાયાના કેક કટિંગના વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. જેમાં તે પોતાના મિત્રો સાથે કેક કાપતી જોવા મળી છે.
આ પણ વાંચોઃ અંબાજી ભાદરવી પૂનમ મેળામાં રોજનું 40 લાખ લીટર અપાય છે પાણી