- સાયબર ફ્રોડના કિસ્સાઓમાં વધારો થઈ રહયો છે
- પાંચ આરોપીઓને અમદાવાદ અને દિલ્હીથી ઝડપી લેવાયા
- આરોપીઓની પૂછપરછ શરુ કરવામાં આવી છે
ગુજરાતમાં પાર્ટ ટાઇમ નોકરીની લાલચે ઠગાઈ શરૂ થઇ છે. જેમાં સાયબર માફિયાઓ સક્રિય થયા છે. ત્યારે અમદાવાદ, દિલ્હીના પાંચ કમિશન એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે. તમામના બેન્ક ખાતામાં ત્રણ દિવસમાં બે કરોડના વ્યવહારો જોવા મળ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજી, એક વર્ષમાં દસ્તાવેજનો આંકડો જાણી રહેશો દંગ
આરોપીઓની પૂછપરછ શરુ કરવામાં આવી છે
નવ મોબાઇલ, બે રાઉટર, રહસ્યો સંઘરેલી બે ડાયરીઓ કબજે કરાઈ છે. તથા આરોપીઓની પૂછપરછ શરુ કરવામાં આવી છે. પાર્ટ ટાઈમ જોબની લાલચે સુશિક્ષિતો પાસેથી પૈસા પડાવતાં સાયબર માફિયાઓને બેંક એકાઉન્ટ ઓપરેટ કરવા માટે આપતાં પાંચ કમિશન એજન્ટોને અમદાવાદ તેમજ દિલ્હીથી ઝડપી લેવામાં આવ્યા છે. પાંચ આરોપીઓ પાસેથી 9 મોબાઈલ ફોન, અનેક રહસ્યો છુપાવતી બે ડાયરીઓ તેમજ વાઈફાઈ રાઉટર કબજે કરવામાં આવ્યા છે. જેઓના એક ડઝન જેટલા બેંક એકાઉન્ટમાં છેલ્લા 3 દિવસમાં રૂ.1.84 કરોડનું ટ્રાન્જેકશન થયું હોવાની વિગતો સપાટી ઉપર આવી છે. આરોપીઓની પૂછપરછ શરુ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતની 200 હોસ્પિટલોને PMJAY યોજનામાં કરોડો રૂપિયા ચુકવાયા
પાંચ આરોપીઓને અમદાવાદ અને દિલ્હીથી ઝડપી લેવાયા
ક્રાઈમની પેટર્નમાં છેલ્લા ઘણાં સમયથી ફેરફાર જોવા મળી રહયા છે. ખાસ કરીને સાયબર ફ્રોડના કિસ્સાઓમાં વધારો થઈ રહયો છે. રોજ નવી પધ્ધતિઓથી ઓન લાઈન ચિટિંગ કરવામાં આવી રહયુ છે. જુદા જુદા ટાસ્ક આપવાની જાળમાં શહેરની એક મહિલાને ભેજાબાજોએ ફસાવી હતી અને વર્ચ્યુઅલ વૉલેટમાં મોટી રકમો બતાવીને રૂ. 8.06 લાખ પડાવી લીધા હતા. ભોગ બનનાર મહિલાએ થોડાક દિવસ પૂર્વે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. ક્રાઈમ કરવા માટે જે મોબાઈલ ફોન નંબર તેમજ બેંક એકાઉન્ટના ઉપયોગ થયા હતા.જેની ડિટેઈલ મેળવીને સાયબર સેલે તપાસ શરુ કરી હતી. સાયબર ક્રાઈમ કરતાં ભેજાબાજોને બેંક એકાઉન્ટ ભાડે આપતાં પાંચ આરોપીઓને અમદાવાદ અને દિલ્હીથી ઝડપી લેવાયા છે.