ટેક્સટાઈલ વેપારીઓ સાથે છેતરપિંડી કરનારા હવે શાંતીથી ઊંઘી નહીં શકે : હર્ષ સંઘવી
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઇન્ટરનેશનલ ટેક્સટાઈલ એક્સપો 2023ના ઉદ્ઘાટન પ્રસંગે ટેક્સટાઈલ વેપારીઓ માટે એક મહ્તવનું નિવેદન આપ્યુ હતું. ટેક્સટાઈલ વેપારીઓ સાથે છેતરપિંડી કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે નવા ટેક્સટાઈલ પોલીસ સ્ટેશન આપવાની વાત હર્ષ સંઘવીએ કરી હતી. હર્ષ સંઘવીના નિવેદનથી ટેક્સટાઈલ વેપારીઓને મોટી રાહત મળી છે.
ઈન્ટરનેશનલ ટેક્સટાઈલ એક્સ્પોનું ઉદ્ઘાટન
સુરતના સરસાણા ખાતે ઇન્ટરનેશનલ ટેક્સટાઈલ એક્સપો 2023નું ઉદ્ઘાટન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ એક્સ્પોમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતુ કે વેપારીઓની માંગને ધ્યાનમાં રાખીને ઉદ્યોગોની સલામતી માટે નવું ટેક્સટાઈલ પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે. જેમાં ટેક્સટાઈલ વેપારીઓ સાથે છેતરપિંડી કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. સુરત ટેક્સટાઈલમાં અગ્રેસર છે. ત્યારે અહી વેપારીઓ સાથે છેતરપીંડીના પણ ઘણા કિસ્સાઓ બનતા હોય છે. ત્યારે ટેક્સટાઈલ વેપારીઓ માટે ટેક્સટાઈલ પોલીસ સ્ટેશન આપવાની વાતથી વેપારીઓમાં ખુશી જોવા મળી હતી.
નવું ટેક્સટાઈલ પોલીસ સ્ટેશન બનશે
આ ઉદ્ઘાટન પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે, ” અમે સ્પોર્ટ્સ ગારમેન્ટ માટે પ્રયાસ કરી રહ્યા છીએ. અને લોકોની માંગને ધ્યાન રાખીને ઉદ્યોગોની સલામતી માટે નવું ટેક્સટાઈલ પોલીસ સ્ટેશન પણ બનાવવામાં આવશે. આ નવા પોલીસ સ્ટેશનમાં 75નો સ્ટાફ રાખવામા આવશે. આ ટેક્સટાઈલ પોલીસ સ્ટેશન ફક્ત ટેક્સટાઇલને લગતા ગુનાઓ અંગે જ કામ કરશે. ટેક્સટાઈલ વેપારીઓ સાથે છેતરપિંડી કરનારા હવે શાંતીથી ઊંઘી નહીં શકે. તેમજ આ પોલીસ સ્ટેશનમાં પેમેન્ટને લગતા કેસની સિવિલ નહીં પરંતુ ક્રિમિનલ કેસ તરીકે તપાસ થશે” તેવું જણાવ્યું હતું.
07થી 09 જાન્યુઆરી સુધી ચાલશે એક્સ્પો
આજથી સુરતના સરથાણા કનવેન્શ હોલ ખાતે ઈન્ટરનેશનલ ટેક્સટાઈલ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશ, અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર આયોજન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે 07થી 09 જાન્યુઆરી સુધી ચાલશે.
આ પણ વાંચો : ચાઈનીઝ દોરી મુદ્દે હાઈકોર્ટે સરકારે આપ્યા આદેશ, વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શનનો કાયદો લાગુ કરો