નેશનલ

સસ્તી થઈ બાળકોની વેક્સિનઃ હવે 250 રુપિયામાં મળશે એક ડોઝ

Text To Speech

બાળકોને અપાતી ‘કોર્બેવેક્સ વેક્સિન’ સસ્તી થઈ ગઈ છે. વેક્સિન બનાવતી બાયોલોજિકલ ઈ લિમિટેડ કંપનીએ ‘કોર્બેવેક્સ વેક્સિન’ની કિંમત 840 રૂપિયાથી ઘટાડીને 250 રૂપિયા કરી દીધી છે, પરંતુ બધા જ પ્રકારના ટેક્સ સાથે પ્રાઈવેટ સેન્ટર્સ પર આ વેક્સિન હવે 400 રૂપિયામાં મળશે. પહેલા પ્રાઈવેટ સેન્ટર્સ પર આ વેક્સિન 990 રૂપિયા પર મળતી હતી. જો કે, સરકારના વેક્સિનેશન અભિયાન અંતર્ગત સ્કૂલોમાં આ વેક્સિન ફ્રીમાં આપવામાં આવી રહી છે.

12થી 14 વર્ષના બાળકો માટે ‘કોર્બેવેક્સ વેક્સિન’
આ વર્ષે 15 માર્ચથી ભારતમાં 12થી 14 વર્ષના બાળકોનું વેક્સિનેશન શરૂ થયું હતું. ત્યારે, ‘કોર્બેવેક્સ વેક્સિન’નો જ ઉપયોગ થયો હતો. તે સમયે કંપનીએ સરકાર માટે તેની કુલ કિંમત 145 રૂપિયા નક્કી કરી હતી.

12થી 14 વર્ષના બાળકો માટે ‘કોર્બેવેક્સ વેક્સિન’

શું છે ‘કોર્બેવેક્સ વેક્સિન’ની ખાસિયત?
કોર્બેવેક્સ દેશની પહેલી પ્રોટીન સબ યુનિટ વેક્સિન
ડેલ્ટા વેરિએન્ટ સામે 80 ટકા અસરકારક સાબિત થઈ
કંપનીનો દાવો-કોવીશિલ્ડની તુલનામાં કોર્બેવેક્સ 50 ટકા વધુ અસરકારક

28 દિવસના અંતરે લેવાનો હોય છે સેકન્ડ ડોઝ
કોર્બેવેક્સ વેક્સિનના બે ડોઝ આપવામાં આવે છે. જેના 28 દિવસના અંતરે લેવાનો હોય છે. એટલે કે, વેક્સિનનો પહેલો ડોઝ લીધા બાદ બીજો ડોઝ 28 દિવસ બાદ લેવામાં આવે છે. આ પહેલી એવી વેક્સિન છે, જે 5 વર્ષના બાળકોને લગાવવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. સરકારી સેન્ટર્સ પર આ વેક્સિન ફ્રી છે.

પ્રોટીન સબ યુનિટ વેક્સિન છે કોર્બેવેક્સ
કોર્બેવેક્સ ભારતની પહેલી સ્વદેશી રીકોમ્બિનેટ પ્રોટીન સબ-યુનિટ વેક્સિન છે. એટલે કે, આ વેક્સિનમાં પૂરા વાયરસો ઉપયોગ કરવાની જગ્યાએ માત્ર તેના એક ભાગનો ઉપયોગ કરવામાં આવે છે. આ ભાગનું નામ છે સ્પાઈક પ્રોટીન. આ પ્રોટીનની મદદથી જ કોરોના વાયરસ વ્યક્તિના શરીરમાં એન્ટ્રી કરે છે.

Back to top button