અમદાવાદના આ વિસ્તારોમાં સસ્તા શાકભાજી મળશે, રૂ.15.48 કરોડના ખર્ચે વેજિટેબલ માર્કેટ બનાવાશે
- શહેરના જુદા જુદા ઝોનમાં કુલ 6 વેજીટેબલ માર્કેટ બનાવાશે
- વેજીટેબલ માર્કેટમાં અંદાજિત 18,886 ચો.મી.માં બનશે
- કુલ 845 નંગ થડા વેજીટેબલ માર્કેટમાં બનાવાશે
અમદાવાદના આ વિસ્તારોમાં સસ્તા શાકભાજી મળશે. જેમાં ગોતા, ઓઢવ, મોટેરા, વેજલપુર, ચાંદખેડા, નરોડામાં 15.48 કરોડના ખર્ચે વેજિટેબલ માર્કેટ બનાવાશે. શાકભાજીની લારીઓથી સર્જાતા ટ્રાફ્કિજામ, પાર્કિંગની સમસ્યા હળવી થશે. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં કરાયેલા નિર્ણયનો અસરકારક અમલ થાય તે વધુ મહત્ત્વનું હોવાની ચર્ચા છે. પરંતુ કોઈ કારણોસર તેનો અમલ કરાયો ન હતો.
આ પણ વાંચો: અમદાવાદ: કબૂતરબાજી કેસમાં અમેરિકા જનાર લોકોના વિઝા મામલે ચોંકાવનારો ખુલાસો
કુલ 845 નંગ થડા વેજીટેબલ માર્કેટમાં બનાવાશે
શહેરના ગોતા, ઓઢવ, મોટેરા, વેજલપુર, ચાંદખેડા, નરોડા- હંસપુરામાં શાકભાજી વેચનારા માટે 15.48 કરોડના ખર્ચે વેજિટેબલ માર્કેટ થડા બનાવવાનું રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં મંજૂર કરાયું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ શહેરના સાતેય ઝોનમાં વેજિટેબલ માર્કેટની વૈકલ્પિક વ્યવસ્થારૂપે શાકભાજીના થડા બનાવવાનું નક્કી કરાયું હતું. પરંતુ કોઈ કારણોસર તેનો અમલ કરાયો નહોતો. રોડ પર શાકભાજીની લારીઓ, પાથરણાવાળાને કારણે સર્જાતી ટ્રાફ્કિ જામ, પાર્કિંગની સમસ્યા હળવી કરવા માટે વ્યવસ્થિત વેજિટેબલ માર્કેટ – શાકભાજીના થડા બનાવવાની હિલચાલ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદ: મ્યુ. કોર્પોરેશનમાં માત્ર ખેતીના દસ્તાવેજો નોંધતી કચેરીઓ બંધ
6 વેજીટેબલ માર્કેટ અંદાજિત 18,886 ચો.મી.માં કુલ 845 નંગ થડા બનાવાશે
શહેરના જુદા જુદા ઝોનમાં કુલ 6 વેજીટેબલ માર્કેટ અંદાજિત 18,886 ચો.મી.માં કુલ 845 નંગ થડા બનાવાશે. જેમાં ઓઢવમાં TP-2 માં વિમલપાર્કની બાજુમાં FP- 80માં 2287 ચોમીના પ્લોટમાં રૂ. 1.96 કરોડના ખર્ચે 80 થડા, ગોતામાં ડમરૂ સર્કલથી કારગિલ પેટ્રોલ પંપ તરફ્ જતા ટી.પી. રસ્તા પર TP-28, FP-108માં 3418 ચોમી પ્લોટમાં 2.13 કરોડના ખર્ચે 124 નંગ થડા, ચાંદખેડામાં સોના ક્રોસ રોડ પર TPનં-22 FP-286માં 481 ચો.મી.ના પ્લોટમાં રૂ. 67.17 લાખના ખર્ચે 29 થડા, વેજલપુરમાં મેથાસ ફ્લેટની સામે TP-1FP-209/1માં 5418 ચો.મી.ના પ્લોટમાં રૂ. 5.33 કરોડના ખર્ચે 352 થડા, સાબરમતી વોર્ડમાં TP-સ્કીમનં 21 FP-239/1+384માં 4038 ચો.મી. પ્લોટમાં રૂ. 2.33 કરોડના ખર્ચે 140 નંગ થડા, નરોડામાં TP- સ્કીમ નં-121 નરોડા હંસપુરા કઠવાડા FP -146માં 3244 ચોમી પ્લોટમાં 3 કરોડના ખર્ચે 120 નંગ થડા બનાવાશે.