ગુજરાતધર્મ

પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રયના પ્રાંગણે ઐતિહાસિક જૈન મુનિશ્રીઓનો ચાતુર્માસ પ્રવેશ

Text To Speech

પાલનપુર, બનાસની બહેતરની વસુંધરા પર પરમાત્મા શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ પ્રભુના પાલનપુર નગરે શું વિદીત કરીએ ? કયા શબ્દોના મોતીઓથી વધાવીએ! અહિંસા પરમોધર્મની ઉપાસનાના મહાસાધક, અકબર બાદશાહ પ્રતિબોધક જૈનાચાર્ય પ.પૂ.આ.શ્રી હીરસુરીશ્વરજી મહારાજાનું જન્મ સ્થાન, શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ પ્રભુની આ પાવન ભૂમિ પર અદકેરા આનંદનું સ્વપ્ન પાલનપુરની ધરતી પર અવતર્યુ છે. ત્યારે શ્રી તપાગચ્છા જૈન ઉપાશ્રયના પ્રાંગણે સૌપ્રથમ વાર માનવતાના મસીહા પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજય મુનિરાજશ્રી નયશેખર વિજયજી મ.સા, પૂજય મુનિરાજશ્રી શૌર્યશેખર વિજયજી મ.સા તથા પૂ.સા.સમ્યગદર્શિતાશ્રીજી મ.સા નું ભવ્યાતિભવ્ય રીતે ચાતુર્માસ પ્રવેશ સામૈયું કરવામાં આવ્યું હતું. આ સામૈયાનો પ્રારંભ ગઠામણ દરવાજા, વડીલ વિશ્રાતિ ગૃહથી પ્રારંભ થઇ શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે પૂર્ણ થયું હતું. ત્યાબાદ ઉપાશ્રય ખાતે માંગલિક પ્રવચન પૂજય ગુરુદેવોના વરદ્ મુખે શ્રવણ કરવામાં આવ્યું હતું.

Jain Upashraya

આ પ્રસંગે પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા એ જણાવેલ કે, જૈન ધર્મમાં ચાતુર્માસનું ભારે મહત્વ અંકાયું છે. ચોમાસાના ચાર મહિનાનો સમય એવો છે કે જૈન સાધુ-સાધ્વીઓ એક જ સ્થળે ચાર મહિના સુધી સ્થિરતા કરે છે. ત્યાં રહેતા લોકોને આ ચાર મહિનામાં ધર્મમાર્ગે પ્રવૃત્ત કરવાનું યુગકાર્ય તેઓ બજાવે છે. આ પ્રસંગે પજીલ્લા પંચાયત, પાટણના પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણા, સદભાવના ગ્રુપ ટ્રસ્ટ-પાલનપુરના હરેશભાઇ ચૌધરી, સેવાભાવી શ્રીમતિ કવિતાબેન દેઢિયા, પૂર્વ ચીફ એન્જિનિયર એલ.એ. ગઢવી, કોર્પોરેટર દેવેન્દ્રભાઈ રાવલ, દિલીપભાઈ શાહ, જીગરભાઈ શાહ, અતુલભાઈ શાહ,પંડિતવર્ય પ્રવિણભાઇ શાહ, મનીષભાઈ શાહ, ભાવેશભાઈ પુજારા, સંજયભાઈ શાહ, ભગવાનભાઈ સોની તથા મુંબઇ,અમદાવાદ,કચ્છ,પાટણ, થરાથી ગુરુ ભક્તો તથા પાલનપુર જૈન સંઘના ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button